ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Gov. A.V. School

સરકારી એ.વી. સ્કૂલ

ઈ.સ. 1909 માં શ્રીમંત સરકારશ્રી તરફથી સરકારી વર્નાકયુલર સ્કૂલ ચાલતી હતી. તેમાં અંગ્રેજી માધ્યમના ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર આમ ધોરણ 1 થી 4 ના વર્ગો ચાલતા હતા. આ તમામ વર્ગોમાં અંગ્રેજીમાં શિક્ષણ અપાતું હતું. વિદ્યાથીની ઉંમર દસ કે અગિયારની થાય ત્યારે વાલી અંગ્રેજી માધ્યમની આ શાળામાં પ્રવેશ મેળવવા અરજી કરતાં તે સમયે ધોરણ-1 થી 4 પ્રાથમિક શિક્ષણ ગણાતું અને ધોરણ-5 થી 7 માધ્યમિક શિક્ષણ ગણાતું જયારે ધોરણ-7 ફાઈનલ ગણાતું.ધોરણ -7(મેટ્રિક)પાસ કર્યા પછી કોલેજનું શિક્ષણ લઈ શકાય. સરકાર તરફથી સંચાલિત ગામમાં આ એક માત્ર શાળા હતી.આ શાળાના સ્ટાફની માહિતી શોધવા ખૂબ પ્રયત્ન કર્યો પણ માહિતી મળી શકી નથી. આ સરકારી એ.વી.સ્કૂલમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓની માહિતી ઈ.સ. 1909 ના જનરલ રજીસ્ટરમાં દર્શાવી છે. આ સરકારી એ.ની. સ્કૂલનો વહીવટ પાછળથી ઈ.સ. 1954માં સમિતિને (ટ્રસ્ટને) સોંપી દેવામાં આવ્યો હતો. વૃધ્ધ વડીલોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે ઈ.સ. 1930 -35ના અરસામાં સરકારી એ.વી. સ્કૂલના હેડ માસ્તર શ્રી કાછીયા સાહેબ હતા. તેમનું પૂરું નામ મૂળજીભાઈ કાલીદાસ કાછીયા જાણવા મળ્યું છે. સ્ટાફમાં તે સમયે છોટુભાઈ શુકલ તથા નટવરલાલ પુરાણી હતાં.

શાળા વિશે માહિતી

અમારી શાળા સ્ટેશન રોડ પર આવેલ છે. સંખેડા તાલુકાની નામાંકિત શાળાઓમાંની એક છે. અમારી શાળામાં કે.જી. થી ધોરણ-12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળાના પટાંગણમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટેની એક માળની પાકી બિલ્ડીંગ છે. અમારી શાળામાં જુનિયર અને સિનિયર કે.જી. ના બાળકો માટે એક અલાયદી પાકી બિલ્ડીંગ છે તથા ધોરણ 1 થી 7 માટે એક માળનું પાકું બિલ્ડીંગ છે. શાળાની પાછળના ભાગમાં 15000 ચો.ફુ.નું વિશાળ મેદાન આવેલ છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ રમતો રમે છે. વિવિધ ઉત્સવોની ઉજવણી પ્રસંગે, સરકારી કાર્યક્રમોમાં તેમજ ચૂંટણી જેવા કાર્યક્રમોમાં અમારી શાળાનો ઉપયોગ થાય છે. શાળા બસસ્ટેન્ડથી બિલકુલ નજીક આવેલ હોવાથી અપડાઉન કરનાર વિદ્યાર્થીઓને પણ કોઈ મુશ્કેલી પડતી નથી

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,703