ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Mehuliya

બી.આર. શાહની પ્રાર્થના

મેહુલીયા હવે તો કરો ખમ્મા

જગતનો તાત કરે, ખમ્મા તમોને.
ધરતી પુત્રો ઇચ્છે, વિદાય તમારી.
સહન કર્યુ. મેઘતાંડવ તમારું.
કરાવ્યા દર્શન. કડાકા – ભડાકાનાં.
મેહુલીયા હવેતો કરો ખમ્મા... .!

થયા ખેતરો, પાણીમાં તરબોળ.
ધરતીની જ્યાએ, દિસે સાગર.
પશુ-પંખી સો, બન્યા ભયભીત.
ચાતક નજરે જુએ, વિદાય તમારી.
મેહુલીયા હવેતો કરો ખમ્મા... .!

નદી સરોવર દિસે, મહાસાગર જેવા.
થાય આભાસ, નજરોમાં પ્રલય જેવો.
નદીઓ બની છે. ભારે ગાંડીતૂર.
જીવ લેવાય છે, અનેકના ઘોડાપૂરમાં.
મેહુલીયા હવેતો કરો ખમ્મા... .!

છલકાયા છે સરોવર અને બંધો.
આજ ખોલ્યા છે, બંધોના દરવાજા.
બેઘર બન્યા છે, ગરીબ ઝૂંપડાવાસીઓ.
નિરાધાર બન્યા છે, અનેક પ્રચંડ પૂરથી.
મેહુલીયા હવેતો કરો ખમ્મા... .!

કર્યો છે સંપ, ગગનની વાદળીઓએ.
લીધુ છે બાનમાં, સમગ્ર ગુજરાતને.
બન્યા છે ખેડૂતો, બેબસ અને લાચાર.
થઇ છે ખેતી. અતિવૃષ્ટિથી બરબાદ.
મેહુલીયા હવેતો કરો ખમ્મા... .!

બંધ થયા છે, ઉદ્યોગ અને ધંધાઓ.
નુકસાન થયું છે, કરોડોનું ગુજરાતને.
દ્રવી ઉઠે છે હૃદય, પૂર-પીડિતોને જોઇને.
આપે છે સાંત્વના, ગુજરાતનો નાથ (મોદી)
મેહુલીયા હવેતો કરો ખમ્મા... .!
બહુ ગર્જયા અને બહુ વરસ્યા !

હવે ઇન્ટરવલ પાડો, તેવી સોની પ્રાર્થના !
દયા કરો, હે દેવ ! સૌ જીવો પર !
કરે પ્રાર્થના પ્રભુને, ડી.બી.નો બી.આર. !
મેહુલીયા હવેતો કરો ખમ્મા... .!

બી.આર શાહ, તા.15-08-2004
નોંધ – સદર કાવ્ય ગુજરાતના નાથને (મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ ને મોદીને) અર્પણ કર્યુ છે. (સ્વાતંત્ર્ય પર્વના દિને)

મેહૂલીયા હવે તો વરસોને

જગતનો વાત જુએ શાહ તમારી.
ધરતીપુત્રો ખૂબ કરે યાદ તુજને.
મેહુલીયા હવે તો વરસોને....!

સહન કર્યો આકરો તાપ ઉનાળાનો.
રોજ કરીએ પરસેવાથી સ્નાન.
મેહુલીયા હવે તો વરસોને....!

પશું-પંખી સૌ કોઇ બન્યાં છે વિહવળ.
ચાતક નજરે જુએ છે. રાહ તમારી.
મેહુલીયા હવે તો વરસોને....!

નદી – સરોવર દિસે ખાલી જેવા.
થાય આભાસ નજરોમાં પાણી જેવો.
મેહુલીયા હવે તો વરસોને....!


કૂવા – તળાવ સૌ થયા છે ખાલી.
પાણી માટે સૌ કોઇ મારે વલખાં.
મેહુલીયા હવે તો વરસોને....!

વાદળ બનીને ઊંચે ઊંચે ઉડો...મા.
નમ્ર બની કરો નીચે નજર.
મેહુલીયા હવે તો વરસોને....!

વરસવાનું કામ છે.....તમારું.
યાદ અમારે કરાવવાનું ન હોય.
મેહુલીયા હવે તો વરસોને....!

આમ રીસાઇ જવાથી શું ફાયદો ?
હવે વરસી પડવામાં જ છે મઝા.
મેહુલીયા હવે તો વરસોને....!

દયા કરો હે દેવ ! સૌ જીવો પર.
રે પ્રાર્થના પ્રભુને, ડી.બી. વતી બી.આર.
મેહુલીયા હવે તો વરસોને....!

બી.આર. શાહ તા.14-07-2004