ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Pri A.V. School

સિનિયર એ.વી.સ્કૂલ (પ્રાઈવેટ)

આ શાળામાં ધોરણ-5 અને 6 ના વર્ગો ઈ.સ. 1927 માં સિનિયર એ.વી.સ્કૂલ (પ્રાઈવેટ) સમિતિ ધ્વારા ચાલતા હતા.આ શાળાનું સંચાલન પ્રાઈવેટ હતું તેથી સરકાર તરફથી નિયમ પ્રમાણે થોડી ઘણી મદદ દર વર્ષે મળતી. વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરવામાં આવતી હતી તે આવક ધ્વારા શાળાનું સંચાલન થતું. સરકારી એ.વી. સ્કૂલમાં ધોરણ-1 થી 4 નો અભ્યાસ પુરો કયો પછી  વિદ્યાર્થીઓને સેકન્ડરીનો અભ્યાસ કરવા માટે સમિતિ (ટ્રસ્ટ) સંચાલિત એ.વી.સ્કૂલ (પ્રાઈવેટ)માં પ્રવેશ મેળવવો પડતો. ઈ.સ. 1927 માં સમિતિની (ટ્રસ્ટની)આ શાળામાં શરૂઆતમાં અંગ્રેજી માધ્યમનાં ધોરણ-5, 6 અને 7 ના વર્ગો ચાલતા. ધોરણ-7 ફાઈનલ (મેટ્રિક) ગણાતું .સિનિયર એ.વી.સ્કૂલ (પ્રાઈવેટ)ના આ વર્ગો હાલના કોલેજ બિલ્ડીંગમાં (બોર્ડીંગમાં) ચાલતા હતા. ધોરણ-5,6 અને 7 ના વર્ગો ચાલતા.ધોરણ-7 ફાઈનલ (મેટ્રિક) ગણાતું. સિનિયર એ.વી.સ્કૂલ (પ્રાઈવેટ)ના આ વર્ગો હાલના કોલેજ બિલ્ડીંગમાં (બોર્ડીગમાં) ચાલતા હતાં. ધોરણ-5 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સામાન્ય ઉંમર 14-15 વર્ષની રહેતી. 16-17 વર્ષની ઉંમરે ધોરણ-7 (ફાઈનલ) માં આવી જતો. ફાઈનલની (મેટ્રિકની) પરીક્ષાનું પ્રશ્રપત્ર બોમ્બે યુનિવર્સિટીમાંથી નીકળતું. આ પરીક્ષાનું કેન્દ્ર વડોદરા હોવાથી ફાઈનલની પરીક્ષા આપવા વડોદરા જવું પડતું હતું. 1927 થી 1935 વચ્ચેના વર્ષોની સ્ટાફ અંગેની કોઈ માહિતી મળી શકી નથી. સમિતિ (ટ્રસ્ટ) સંચાલિત સિનિયર એ.વી. સ્કૂલની ઈ.સ.1936 પછીના સ્ટાફ અંગેની કોઈ માહિતી મળી શકી નથી. સમિતિ (ટ્રસ્ટ) સંચાલિત સિનિયર એ.વી. સ્કૂલની ઈ.સ. 1936 પછીના સ્ટાફની માહિતી મળી છે. વિદ્યાર્થીઓની માહિતીના જનરલ ઉપલબ્ધ છે. ઈ.સ. 1936 માં ધોરણ-5,6 ના વર્ગોમાં ગ્રેજયુએટ શિક્ષકોની ભરતી કરેલી  હતી. હેડમાસ્તર તરીકે શાહ ચંદુભાઈ મોતીલાલ તથા શાહ મોહનભાઈ મોતીલાલ અને પરીખ ઓચ્છવલાલ મોહનલાલ શિક્ષક તરીકે ભરતી કરી હતી છે. પાછળથી વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં નવા વર્ગો વધતા વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી. ઈ.સ. 1941 માં સરકારી એ.વી. સ્કૂલમાં વિદ્યાર્થીઓને નિયમ કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ ન હોવાથી ધોરણ-1 માં દાખલ કરવામાં આવ્યા નહિ તેથી સમિતિ (ટ્રસ્ટ) ધ્વારા તા. 10/06/1941 ના રોજથી પ્રાઈવેટ પ્રથમ ધોરણ ખોલવામાં આવ્યું. અંગ્રેજી માધ્યમના ધોરણ-1 માટે શિક્ષક તરીકે શાહ ઓચ્છવલાલ મોહનલાલની (ભોમાવાલા) નિમણૂક કરવામાં આવી ત્યાર પછીના વર્ષોમાં સમિતિએ અન્ય નવા શિક્ષકનોની ભરતી કરી જેની યાદી અલગથી સામેલ કરી છે. પછીના વર્ષોમાં ધોરણ બીજું, ત્રીજું અને ચોથું  ખોલવામાં આવ્યું. વિદ્યાર્થીઓની સંખ્યા વધતા ધોરણ 1 એ,બી,સી, ના એવા ત્રણ ડિવિઝન પણ થયાં આમ ધીમે ધીમે સમિતિ (ટ્રસ્ટ) સંચાલિત સિનીયર એ.વી.સ્કૂલમાં (પ્રાઈવેટ)માત્ર ધોરણ 5 થી 7ને બદલે ધોરણ 1 થી 7 (મેટ્રિક સુધીનું)  શિક્ષણ અપાવા લાગ્યું. ઈ.સ. 1938-1945 દરમિયાન શાળા ચલાવવા આ સમિતિને (ટ્રસ્ટને) માટે શ્રીમંત સરકાર તરફથી દર વર્ષે રૂ. 400 ની મદદ મળતી હતી.

1942નો પત્રવ્યવહાર

સરકારી એ.વી.સ્કૂલને બદલે સંખેડા સિનિયર એ.વી.સ્કૂલમાં (પ્રાઈવેટ)  વિદ્યાર્થીઓનો ઘસારો વધુ રહેવા લાગ્યો. સરકારી એ.વી. સ્કૂલનો વહિવટ આ સમિતિને (ટ્રસ્ટને) સોંપી દેવાની શ્રીમંત સરકારશ્રીની ઈચ્છા હતી એવું 1942 ના પત્ર વ્યવહારથી સ્પષ્ટ થાય છે.

સરકારી એ.વી. સ્કૂલની તબદિલી (Handover)-

ભૂતપૂર્વ વડોદરા રાજયની સરકારી એ.વી. સ્કૂલ (એંગ્લો વર્નાકયુલર સ્કૂલ) નો વહિવટ આ સમિતિને (ટ્રસ્ટને) સોંપી દેવાની ઈચ્છા હતી એવું 1942 ના પત્ર વ્યવહારથી સ્પષ્ટ થાય છે.સમિતિના સેક્રેટરી જેઠાલાલ હિંમતલાલ વકીલ તથા ઉપપ્રમુખ શ્રી ઓચ્છવલાલ સંપતરામ વૈધને આ માટે સરકારશ્રી સાથે વાટાઘાટો કરવાંની સતા મળી. છેવટે તા. 1/7/1945 થી સરકારી એ.વી.સ્કૂલનો વહિવટ ત્રણ વર્ષ માટે સિનિયર એ.વી.સ્કૂલ ફંડ સમિતિને (ટ્રસ્ટને)તબદીલ (Handover) કરવાનો ઠરાવ તા. 27/11/1944 ના રોજ વિધાઅધિકારી કચેરી અંગ્રેજી શાખાના વડાશ્રી જયોતિન્દ્રભાઈ મહેતાની સહીથી થયો હતો. ગ્રાન્ટ ઈન એઈડ (અનુદાન- -સહાય) નો પ્રશ્ર નિયમોનુસાર શાળાનું કામકાજ શરૂ થાય ત્યારબાદ નકકી થશે એવો ઠરાવ થયો. આમ પ્રજાકીય મંડળને શાળાનો વહિવટ કરવાની સતા મળી.આ મૂળ સરકારી શાળા જેની પગારની અને નિભાવની ગ્રાન્ટ-ઈન-એઈડ (અનુદાન સહાય) ધારા હેઠળ ગ્રાન્ટ મળે છે. જેના વહિવટ માટે વખતો વખત 5-10-15 વર્ષ માટેની મુદત સરકારશ્રી લંબાવી આપાતી હતી.

દલસુખ ભાઈચંદભાઈ પારેખ (ડી.બી.પારેખ) સાર્વજનિક હાઈસ્કૂલ –

શિક્ષણનો વ્યાપ વધવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધવા માંડી સરકારી એ.વી.સ્કૂલનું બિલ્ડીંગ નાનું પડવા લાગ્યું. નવા ઓરડાઓની જરૂરિયાત ઊભી થઈ. સમિતિની (ટ્રસ્ટની) સભામાં સદગત પારેખ દલસુખભાઈ ભાઈચંદદાસ જેઓ આ સંસ્થાના ઉપ-પ્રમુખ હતા તેમના વારસો એ સદગતના સ્મરણાર્થે તેમના પિતાનું નામ આપવાની શરતે હાઈસ્કૂલ બિલ્ડીંગ ફંડમાં રૂ. 12001 3001 -15002,આપવાની ઈચ્છા તા. 20/8/1944 ના રોજ દર્શાવી એ સભામાં રૂ.2101, સાયન્સ હોલ બાંધવા સૂર્યાવાલા છોટાલાલ પ્રેમાનંદ શાહે ઈચ્છા દર્શાવી.એ સભામાં રૂ.2001,સેન્ટ્રલ હોલ બાંધવા માટે પરીખ ચીમનલાલ મોહનલાલે પોતાના પિતાના સ્મરણાર્થે આપવાની ઈચ્છા દર્શાવી.એ સભામાં બિલ્ડીંગ ફંડ સમિતિ ની રચના થઈ.અનેક નામી-અનામી દાતાઓએ હાઈસ્કૂલનું બિલ્ડીંગ બાંધવા માટે દાન આપ્યું તેમનું લીસ્ટ અલગ દશાવ્યું છે. કુલ લોકમદદની રકમ રૂ. 44,442 ની નોધ જોવા મળી છે.

શ્રીમંત વડોદરા નરેશ પ્રતાપસિંહ ગાયકવાડની મદદ

હાઈસ્કૂલ ભવિષ્યનો વિચાર કરીને બાંધવાની હતી તેથી સમિતિએ સંખેડા ગામમાં અન્ય જગ્યાએ (સ્ટેશન રોડ જવાના રસ્તે) હાઈસ્કૂલ બાંધવા માટે જમીન પસંદ કરી.અને બાંધકામ શરૂ કયું. શ્રીમંત વડોદરા નરેશ પ્રતાપસિંહ ગાયકવાડની સરકારે આ મકાન ફંડમાં રૂ. 30,000/- ની મંજૂર કરેલ રકમ નામદાર મુંબઈની સરકારની સંમતિથી આ સંસ્થાને વિક્રમ સંવત 2006, ઈ.સ.1950માં મળી. વર્ષ ઈ.સ.1950 માં હાઈસ્કૂલનું બિલ્ડીંગ તૈયાર થઈ ગયું ત્યારે તેની પાછળ થયેલ ખર્ચની રકમ રૂ. 80,001/- હતી ઉપલો મજલો પાછળથી બાંધવામાં આવ્યો હતો. સદર મકાનની ઉદઘાટન વિધિ કરવા માટે મુંબઈ પ્રાંતના બાંધકામ ખાતાના પ્રધાન ડૉ.જીવરાજભાઈ મહેતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સરકારશ્રીની શિક્ષણ અંગેની નીતિ –

સમય જતાં સરકારશ્રીએ શિક્ષણની નવી નીતિનો અમલ કયો તે મુજબ ધોરણ 5 થી 11 નો માધ્યમિકને બદલે ધો.5 થી 7 ને પ્રાથમિક શિક્ષણમાં સમાવેશ કયો. મે -1946 સુધી સિનિયર એ.વી.સ્કૂલમાં ધોરણ 7 (ફાઈનલ) મેટ્રિક સુધીના વગો રહયા. શિક્ષણની નવી નીતિ આવતાં જુન -1946 થી ધોરણ 5 થી 11 માધ્યમિક શિક્ષણ બન્યું અને ધોરણ 1 થી 4 પ્રાથમિક શિક્ષણ ગણાવા લાગ્યું. જુના ધોરણ-5,6,7 ના વર્ગો ધોરણ-8,9,10 ના વર્ગો ગણાવા લાગ્યા ધોરણ-11 એટલે મેટ્રિક કહેવાય. જુન-1946 થી સિનિયર એ.વી.સ્કૂલનું નામ બદલવામાં આવ્યું. નવું નામ ડી.બી.પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ આપવામાં આવ્યું. ધોરણ 5 થી 7 માંના શિક્ષકો-જુની નીતિ પ્રમાણે માધ્યમિકના હતા. પણ હવે તેઓ પ્રાથમિકના રક્ષિત તરીકે ઓળખાવા લાગ્યા. તેમને માધ્યમિક શિક્ષકોજેવા તમામ લાભ આપવાનું સરકારે નકકી કયું. વર્ષ 29-10-1965 પહેલા નિમણૂંક પામેલા શિક્ષકો ગણ્યા.

વર્ષ- 1976 માં શિક્ષણમાં ફરી નવી નીતિનો અમલ થયો. તે પ્રમાણે 10 2 ની નવી તરાહનો અમલ થયો. માધ્યમિક શિક્ષણમાં ધોરણ-8,9,10 ના વર્ગો રહયાં. ધોરણ 10 પાસ એટલે એસ.એસ.સી. પાસ કહેવાય ત્યાર બાદ ઉચ્ચ માધ્યમિકમાં ધોરણ 11 અને 12 નો સમાવેશ થયો.ધોરણ 12 પાસ એટલે એચ.એસ.સી.પાસ કહેવાય.

આમ આ શાળા જુદા જુદા વિભાગાં વહેંચાઈ ગઈ. દરેક વિભાગ આજ કેમ્પસમાં ચાલુ થયા. અલગ અલગ સમયે જે તે વિભાગના દાતાનું નામ મળવાથી નામકરણ પણ થયું. આજ કેમ્પસમાં જરૂરિયાત પ્રમાણે નવા બિલ્ડીંગ પણ થયા.

શ્રી ભૂપેન્દ્રભાઈ આર.શાહ (શાળાના વર્તમાન આચાર્ય)

તા. 19/05/2006

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,700