ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Samany Asbout Us

શાળાની સામાન્ય માહિતી

1. ટ્રસ્ટે વિશાળ જમીનમાં શાળા માટે ત્રણ બિલ્ડીંગો બનાવી છે. એકમાં માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક (8 થી 12) બીજીમાં પ્રાથમિક વિભાગ (1 થી 7) ચાલે છે. ત્રીજી બિલ્ડીંગમાં કે.જી. તથા કમ્પ્યુટર વિભાગ ચાલે છે.
2. મુખ્ય જુની બિલ્ડીંગમાં 24 નાના-મોટાં વર્ગખંડો છે. અન્ય નવી બિલ્ડીંગમાં 19 નાના-મોટા વર્ગખંડો છે. એક જ કેમ્પસમાં ત્રણેય બિલ્ડીંગો છે. ત્રીજી બિલ્ડીંગમાં 6 નાના-મોટા વર્ગખંડો આચેલા છે. આ ઉપરાંત મુખ્ય બિલ્ડીંગની પાછળ ઉધોગરૂમ અને મધ્યાન ભોજન માટે બે અલાયદા રૂમોની વ્યવસ્થા છે.
3. શાળા પાસે 3 કમ્પ્યુટર લેબ છે. હાલમાં 45 કમ્પ્યુટર છે. દરેક લેબમાં 10 થી 15 કમ્પ્યુટર, ટેબલ ખુરશી સાથે છે. ઓફીસ-વર્ક માટે શાળાના કાર્યલયમાં 7 કમ્પ્યુટર છે.
4. માધ્યમિક વિભાગમાં ધોરણ-8-9-10ના 6 વર્ગો છે. પ્રાથમિક વિભાગનાં 14 વર્ગો છે. કે.જી.ના 2 વર્ગો છે. આમ કુલ 31 વર્ગો છે.
5. માનદસેવા આપનાર કર્મચારીઓ સાથે શાળામાં 70 નો સ્ટાફ છે.
6. શાળાને પોતાનો પાણીનો બોર છે. વિશાળ રમત-ગમતનું મેદાન છે.
7. શાળામાં ચિત્રખંડ – લાયબ્રેરીખંડ-ઉધોગખંડ-પ્રયોગશાળા ખંડ-વ્યવસાયિક માર્ગદર્શનનો ખંડ-સભાખંડ-શિક્ષક ખંડ વિગેરે છે.
8. શાળામાં વિશાળ કમ્પાઉન્ડ વોલ છે. જેની લંબાઈ 753 મીટર, (2450ફૂટ)છે.
9. શાળામાં સુંદર બગીચો બનાવ્યો છે.
10. વિદ્યાર્થીઓ માટે પ્લેગ્રાઉન્ડ ઈકવીપમેન્ટસ છે.
11. શાળાનું રમતનું મેદાન – 15000 ચો.ફૂટમાં પથરાયેલું છે.
12. શાળામાં સંડાસ-બાથરૂમની સુવિધા સારી છે. ચોવીસકલાક પાણીની સુવિધા છે. છોકરીઓ માટે અલગ સંડાસ – બાથરૂમ છે. સ્ટાફ માટે પણ અલગ સંડાસ –બાથરૂમ છે.
13. શાળા પાસે દાનમાં આવેલા 150 લિટરની સ્ટોરેજ કેપેસીટીવાળું બે વોટર કુલર છે.
14. શાળા પાસે વહીવટી કામો માટે 7 કમ્પ્યુટર છે. બે પ્રિન્ટર ,એક ડિજીટલ કોપીયર, એક ફેકસ મશીન છે.
15. વિદ્યાર્થીઓને ચોખ્ખુ પાણી મળે તે માટે શાળાને બે મિનરલ વોટર પ્લાન્ટ દાનમાં મળેલ છે.

શાળાની અન્ય ઉપયોગી માહિતી

1. શ્રી દલસુખભાઈ ભાઈચંદભાઈ પારેખના પુત્રોની શખાવતથી આ શાળાનું નામ ડી.બી.પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ આપવામાં આવ્યું છે.
2. સંખેડા ગામ વિશ્વમાં પ્રખ્યાત છે. અહીંનું લાકડા પરનું સોનેંરી કામ (ખરાદીકામ) વિશ્વ પ્રસિધ્ધ છે. અહીંના કારીગરોનો આ ઈજારો છે. પોતાની આગવી કળાથી ફનિચર બનાવે છે. સંખેડાનો સોફાસેટ –ડાઈનીંગ ટેબલ-હીંચકો (ઝૂલો) દેશ અને દુનિયાની મહાન વ્યકિતઓને ત્યાં તેમના ઘરમાં શોભામાં અભિવૃધ્ધ કરે છે. દેશ અને વિદેશના અનેક વિશિષ્ટ મોભાદાર વ્યકિતઓ આ ફર્નિચર બનાવવાની કલા જોવા સંખેડા પધારેલા છે. ઓરસંગ નદીના કિનારે આવેલું આ ગામ અને તેમાં આવેલી આ શાળા જોવાનો લ્હાવો લેવા જેવો છે.
3.ભૂતકાળમાં આ શાળાએ તેજસ્વી વિદ્યાર્થીઓની એક ફોજ ઉતારી હતી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિશિષ્ટ મોભાદાર સ્થાન શોભાવ્યું છે.
થોડાક નામ પ્રસ્તૃત કરીએ છીએ.

  1. શ્રી આર.સી.શાહ – બેંક ઓફ બરોડાના ટોચના સ્થાને હતા.
  2. શ્રી ડૉ.વી.સી.શાહ – ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર એમ.એસ.યુનિ.
  3. શ્રી એસ.કે. શાહ –ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર એમ.એસ.યુનિ.
  4. શ્રી આર.ટી.પરીખ – એમ.એસ.યુનિ.માં આર્કોલોજીકલ ડીપાર્ટમેન્ટના હેડ
  5. શ્રી શાંતિભાઈ એસ. શાહ – ગણિતના વિભાગના હેડ –ગોધરા કોલેજ
  6. શ્રી અનિરૂધ્ધભાઈ દવે – હાઈકોર્ટના મેજીસ્ટ્રેટ
  7. શ્રી એ.જી.શાહ – ઓરીએન્ટલ વીમા કંપનીમાં – બોમ્બે ઝોનના મેનેજર
  8. ડૉ. કમલેશ એન. પરીખ – કીડની સ્પેસ્યાલીસ્ટ – વડોદરા

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,518