ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankhda | Vidaygeer

વિદાય ગીત

આજ વિદાય થાય ડી.બી. ના સિતારા

શિસ્ત – વિનયનું ભાથું થઇને અહીંથી,
હવે શિષ્ટાચાર કેળવવા જઇશું બીજે...
ઉથ્થ સંસ્કારને ભાથું લઇને અહીંથી,
હવે શ્રેષ્ઠ નાગરિક બનવા જઇશું બીજે...
પાયાના શિક્ષણના પાઠ શીખીને અહીંથી,
હવે ઉચ્ચ શિક્ષણના પાઠ શીખવા જઇશું બીજે...
ધીંમા મસ્તી કરી મિત્રો સાથે અહીંથી,
હવે નવા મિત્રોની શોધમાં જઇશું બીજે...
સ્નેપાન કર્યુ ગુરૂજનો પાસે અહીંથી,
હવે નાની હૂંફ મેળવવા જઇશું બીજે...
મોજ મજા માની ખૂપ અહીંથી,
હવે ધીર ગંભીર બનવા જઇશું બીજે...
ભૂલ કરે તો માહી મળતી અહીંથી,
હવે પ્રાયશ્ચચિત કરવા જઇશું બીજે...
શૈશવ અવસ્થા પૂર્ણ કરી અહીંથી,
હવે યુવા અવસ્થા પૂર્ણ કરીશું બીજે...
સદ્દવિચાર અને સદાચાર મેળવ્યો અહીંથી,
હવે રાષ્ટ્રઋણ ચુકવવા જઇશું બીજે...
જીવન છબીનો નક્શો બનાવ્યો અહીંથી,
હવે નક્શામાં રંગો પુરવા જઇશું બીજે...
ધૂપસળીની જેમ ફોરમ ફેલાવી અહીંથી,
હવે સુગંધ ફેલાવતા જઇશું બીજે...
માનવતાના પાઠ-શીખવા મળ્યા અહીંથી,
હવે જીવન સમર્પિત કરવા જઇશું બીજે...
જીવનનું જ્ઞાનામૃત પીધું અહીંથી,
હવે સમુદ્રમંથન કરવા જઇશું બીજે...
શુભેચ્છા પાઠવે ગુરૂજનો અહીંથી,
સાઘક બની સાધના કરજો જીવનમાં
શૂભ-આશિષ પાઠવે બી.આર. શાહ અહીંથી,
ખૂબ પ્રગતિ કરી નામ રોશન કરજો ડી.બી.નું.
આજ વિદાય થાય ડી.બી.ના સિતારા
આજ વિદાય થાય ડી.બી.ના સિતારા

બી.આર. શાહ તા.13-02-2004

વર્ગ બનશે સ્વર્ગ

તજજ્ઞ છું હું વર્ગ વ્યવહારનો,
વાત કરીશ આજ હું શિક્ષક સાથે.
રમવી છે રમત, ચાર શબ્દો સાથે,
જેનો નિત નાતો છે અધ્યેતા સાથે.
વર્ગ, વિકાર, નેહ અને મરણની કરવી છે વાત,
શબ્દની આગળ સ જોડતા અર્થ થશે સુંદર.
શિક્ષકનો નાતો અધ્યેતાના વર્ગ સાથે,
"સ" ની સાથે વર્ગ જોડો, વર્ગ બનશે સ્વર્ગ.
બાળક છે નાદાન, હોઇ શકે વિકાર(દોષ)
"સ" ની સાથે વિકાર જોડો, વિકાર બનશે સ્વીકાર.
ભૂલ થાય તો કરો સ્વીકાર (માફ), વિકાર થશે દૂર,
કાદવમાં કમળ ખીલી શકે, જો વિકાર બને સ્વીકાર.
અધ્યેતા છે શૈષવમાં, તેને જરૂર છે નેહની,
"સ" ની સાથે નેહને જોડો, નેહ બનશે સ્નેહ.
અધ્યેતાના જીવન ઘડવા, શિક્ષક બન્યા છો આપ,
શેષ જીવનને પ્રભુમય બનાવવા, સુધારવું પડે મરણ.
"સ" ની સાથે મરણને જોડો, મરણ બનેશે સ્મરણ,
(પ્રભુ) સ્મરણ કરી પાર કરો નૈયા, તેવી પ્રાર્થના બી.આર.ની

બી.આર. શાહ, (આચાર્યશ્રી) તા.24-01-2003

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,564