ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Abhyash

વિદ્યાથીઓના અભ્યાસમાં શું ધ્યાન આપવું જોઈએ ?

વિદ્યાથીઓના અભ્યાસમાં મા –બાપે શું ધ્યાન આપવું જોઈએ ?

• મા – બાપે પોતાના પુત્ર કે પુત્રીના અભ્યાસમાં સતત જાગૃતિ રાખવી ખૂબ જરૂરી છે.
• ધોરણ-10 કે 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની ઉમંર કાચી છે. તેઓ તરૂણ અવસ્થામાં હોય છે. આ અવસ્થામાં કેટલાય પ્રશ્રોથી તેઓ પીડાતા હોય છે. મા-બાપનું સહકારભર્યું વલણ જરૂરી છે.
• તેઓ સવારે વહેલાં ઉઠીને વાંચતા હોય ત્યારે મા-બાપ પૈકી કોઈ એકે તેની સાથે ઊઠી જઈ તેની જરૂરીયાતો પ્રત્યે તથા તેને કંપની આપી તેને પ્રોત્સાહીત કરવો જોઈએ.
• મા-બાપ કે કુટુંબના અન્ય સભ્યોએ એક વર્ષ માટે ટી.વી. જોવું બંધ કરવું જોઈએ.
• બાળક જે શિક્ષક પાસે શિક્ષણ લેતો હોય તે સાહેબને દર મહીને એકાદ વખત મળવાનું રાખો.
• બાળકના મિત્રો કોણ કોણ છે ખોટી કંપનીમાં જોડાયો નથી ને તેની જાણકારી માટે જાગૃત રહો. મિત્રો ખોટા મળી જવાથી તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિદી વેડફાઈ જશે.
• ખાસ કરીને ગણિત જેવા વિષયમાં રોજે રોજનું કાર્ય કરે છે. કે કેમ તેની તપાસ કરતા રહો.
• બાળકના અભ્યાસસંબંધી વિચારવા-પ્રેરણા આપવા મા-બાપે દરરોજ વધુમાં વધુ સમય ફાળવવો.
• બાળક પોતાના અભ્યાસની વિગતો સતત મા – બાપને જણાવતો રહે તેવો વિશ્વાસ સંપાદન કરો.
• બાળકના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવી.
• બાળકને નિયમિત શાળાએ મોકલો. કોઈ કારણસર આવી શકે તેમ ન હોય તો રજા ચિઠ્ઠી મોકલો.
• વિદ્યાર્થી થોડા તાસ ભરીને શાળામાંથી ઘરે આવી જાય તો શાળામાં ફોન કરી સાચું કારણ જાણવા પ્રયત્ન કરો. કેટલીક વખત વિદ્યાર્થી જુઠું બોલીને મા-બાપને બનાવવા પ્રયત્ન કરે છે.
• કેટલીક વખત વિદ્યાર્થી ગૃપમાં શાળામાંથી અમુક તાસ ભરી જતા રહેતા હોય છે. ત્યારે વાલીને જણાવે છે. કે બધા જતા રહયા તેથી હું પણ આવ્યો. આવા ગૃપ લીડરને શોધી કાઢો જે બધાનું શિક્ષણ બગાડે છે.
• વિદ્યાર્થીની નોટબૂક વિષયવાર ખાસ ચકાસો-કેટલીક વખત તેમની નોટબુક કોરી હોય છે.વર્ગકાર્ય અને ગૃહકાર્યની નોટો જોવાથી વર્ગમાં તે કેવા નિયમિત તાસ ભરે છે.તેનો વાલી ને ખ્યાલ આવે.
• વિદ્યાર્થી 24 કલાક માંથી 18 કલાક વાલી પાસે જ હોય છે. તેથી આ 18 કલાકમાં વિદ્યાર્થી કેટલું વાંચે છે. કેટલું ઉંધે છે. તેના પર ધ્યાન આપો. દરરોજ ઓછામાં ઓછુ 5 કલાક અને વધુમાં વધુ 7 કલાકથી વધારે ઉંઘ ન ખેચે તેના પર ધ્યાન આપશો.
• બાળકના ખોરાક પર પુરતું ધ્યાન આપો કારણકે શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે. તેના શરીરના વિકાસ માટે સમતોલ અને પૌષ્ટિક ખોરાક આપો. બહારનું ખાવાની ટેવ હોય તો બંધ કરાવવો.
• તમારા બાળકને બધાની વચ્ચે અપમાનિત ના કરો. વારંવાર તેની ટીકા કરી તેને ઉતારી પાડવાનો પ્રયત્ન કરશો નહિ. ઉલ્ટું તેની નાની મોટી સિધ્ધિ માટે તેને શાબાશી આપી સતત તેને પ્રોત્સાહિત કરો.
• બાળકના લાગણીતંત્ર પર અસર ન થાય તે માટે તેના પર વારંવાર ગુસ્સે ન થવુ તથા મા-બાપના કથનો અતિરશયોકિત ભરેલા ન હોવા જોઈએ. પોતાના બાળકો તરફ માલિકીભાવ ન રાખો. તેનું સ્વતંત્ર વ્યકિતત્વ છે. તેના ઉછેરમાં કાળજી રાખો.
• ધોરણ-10-12ના બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મહેનત કરીને ઉર્તીણ થાય તે માટે તેને પ્રોત્સાહિત કરો. ચોરી કરવાનો વિકલ્પ પસંદ કરાવશો તો તેનું જીવન બગડશે. આ સત્ય હકીકત સ્વીકારો.

અમારે તમોને પણ સાંભળવા છે.

અમારી પણ કેટલીક ભૂલો કે ક્ષતિ થતી હોય છે. આખરે અમારે પણ જીવંત વ્યકિતઓ સાથે કામ લેવાનું છે. શિક્ષક હંમેશા સ્વમાનથી જીવવા ટેવાયેલો હોય છે. શિક્ષક પાસે સત્યની, પ્રમાણિકતાની, નિષ્ઠાની અને સદગુણોની ઊંચી અપેક્ષા સમાજ રાખે છે. શિક્ષક આ અપેક્ષાઓ પૂર્ણ કરવા સતત પ્રયત્નશીલ હોય છે. તેથી જ સમાજમાં તેને ગુરૂનું સ્થાન પ્રાપ્ત થયું છે. પણ બાળક ગુરૂ પાસે ખૂબ ઓછો સમય રહે છે. તેથી ઘરના સમાજના સંસ્કારોને પ્રતિબિંબ તેના પર વિશેષ પડે છે. બાળકના ઉજવળ ભવિષ્ય માટે આપણે સૌ સાથે બેસીને વિચારોનું આદાન પ્રદાન કરીએ તેવો અમારા શુભ પ્રયત્ન છે. અમારા પક્ષે કોઈ ખામી કે ક્ષતિ હોય તો અમોને વિના સંકોચે તે જણાવો અમો તેને સુધારવા સંનિષ્ઠ પ્રયત્નો કરીશું. અમારે પણ સાંભળવા છે તેથી અમોએ ઘર ચલો અભિયાન શરૂ કરીને વાલીનો ઘરે જઈને સંપર્ક કરવાનો એક આગવો પ્રયાસ કર્યો છે. તેમાં આવનાર શિક્ષક મિત્રો સાથે નિખાલસ ચર્ચા કરી સાથ સહકાર આપવા નમ્ર વિનંતી.