ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | About Us

શાળા વિશે

અમારી શાળા સ્ટેશન રોડ પર આવેલ છે. સંખેડા તાલુકાની નામાંકિત શાળાઓમાંની એક છે. અમારી શાળામાં કે.જી. થી ધોરણ-12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળાના પટાંગણમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટેની એક માળની પાકી બિલ્ડીંગ છે. અમારી શાળામાં જુનિયર અને સિનિયર કે.જી. ના બાળકો માટે એક અલાયદી પાકી બિલ્ડીંગ છે તથા ધોરણ 1 થી 7 માટે એક માળનું પાકું બિલ્ડીંગ છે. શાળાની પાછળના ભાગમાં 15000 ચો.ફુ.નું વિશાળ મેદાન આવેલ છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ રમતો રમે છે. વિવિધ ઉત્સવોની ઉજવણી પ્રસંગે, સરકારી કાર્યક્રમોમાં તેમજ ચૂંટણી જેવા કાર્યક્રમોમાં અમારી શાળાનો ઉપયોગ થાય છે. શાળા બસસ્ટેન્ડથી બિલકુલ નજીક આવેલ હોવાથી અપડાઉન કરનાર વિદ્યાર્થીઓને પણ કોઈ મુશ્કેલી પડતી નથી.

શાળાનો ઈતિહાસ

આ શાળા ત્રણ વર્ષ પછી 100 વર્ષ પુરા કરે છે, એવું જયારે મારી જાણમાં આવ્યું ત્યારે મારો આનંદ અને ઉત્સાહ વધી ગયો. બહુ જુનો રેકોર્ડ ઉપલબ્ધ ન હતો પણ શાળાની સ્થાપનાનું વર્ષ ઈ.સ. 1927 મનાતું હતું અને તે મુજબ 1953 માં નોધણી કરાઈ હતી. પણ એક વખત મને શાળાનો જુનો રેકર્ડ જોવાની ઈચ્છા થઈ અને મારા આશ્ર્વર્ય વચ્ચે ખૂબ જ જૂનું જજર્રિત હાલતમાં શાળાનું જનરલ રજીસ્ટર મળી આવ્યું. તેમાં ઈ.સ. 1909ની સાલમાં શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની માહિતી મળી આવી.એટલે મને થયું કે હવે આ રેકર્ડ જોતા આ શાળાને 97 વર્ષ થઈ ગયા છે. હવે 3 વર્ષ પુરા કરશે. આ 100માં વર્ષની ભવ્ય ઉજવણી થવી જોઈએ. શાળાની જમીન માં ઉધઈના રાફડા હોવાથી જુના રેકર્ડની સાચવણી અને જાળવણી શકય ન હતી. છતાં પણ શાળા શરૂ થઈ ત્યારના સ્ટાફની માહિતી, ટ્રસ્ટના હોદેદારોની માહિતી કેવી પરિસ્થતિમાં શાળાનો વહીવટ કરતાં હતા તેની માહિતી જાણવાની ઈચ્છા થઈ. આ બાબતે ઘનિષ્ઠ તપાસના અંતે ટ્રસ્ટને લગતી અને શાળાના કર્મચારીઓને લગતી માહિતી ઈ.સ. 1936 પછીના વર્ષોની મળી છે. તે પહેલાંની માહિતી મળી શકી નથી. જે માહિતી ઉપલબ્ધ હતી તે મુજબ શાળાનો ઇતિહાસ રજુ કરવા પ્રયત્ન કર્યો છે.

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 80,611