ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Default

મુખ્ય પાનું

આચાર્યશ્રીનો સંદેશ

બાળકો એ વિશ્વની અતિ મૂલ્યવાન સંપતિ છે. તેના ઉછેર અને વિકાસમાં ભાવિના તંદુરસ્ત વિશ્વના એંધાણ છે. શિક્ષક એક કલાકર છે. વિદ્યાર્થીઓનાં ભાવીનો ઘડનાર છે. તે જેવો ઈચ્છશે તેવો વિદ્યાર્થી તૈયાર કરી શકશે. તે માટે જરૂર છે, વિદ્યાર્થી પ્રત્યેના પોતાના શુધ્ધ-દર્શનની. વ્યકિતના ચારિત્ર્ય ઘડતર માટે જ શાળાઓ હોય છે. ગાંધીજીએ પણ કહયું છે –“વ્યકિતના સર્વાગી વિકાસને જ સાચી કેળવણી કહેવાય.”

“ટિપાય તો મૃણ્મય ઘાટ થઈ શકે;
 દટાય તો વૃક્ષ બી નું બની શકે;
સુકાય બિંદુ તો નભે ચડી શકે;
સમર્પણે માનવી દેવ થઈ શકે;”

શાળા વિદ્યાનું પવિત્ર મંદિર છે. પ્રાચીન કાળમાં શિક્ષણ, સંસ્કાર, સભ્યતાનું સિંચન ગુરુકુળોનું.. વધુ વિગત..

દ્રષ્ટિ કથન

બાળક ઉચ્ચતમ ગુણોથી પોતે સન્માન મેળવે અને પોતાના સદગુણો દ્વારા સર્વે પ્રત્યે સન્માનની ભાવના રાખે. આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના જમાનામાં વિકસતા જતાં સંદેશા વ્યવહારના માધ્યમોનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં શીખે એવી સમજ આપવી. સમાજને વિકસિત બનાવવા, સમાજમાં થતા ઝડપી સુધારાને અપનાવવા અને સમાજના વિકાસમાં ભાગીદાર બનવાની ભાવના કેળવણી, પોતે નક્કી કરેલા ધ્યેયને આપબળે સહકારથી સિધ્ધ કરવાની નીતિ અપનાવવી. જેમકે આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહી, જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં કઈ રીતે આગળ વધવું, તેનો હલ શોધવા પ્રયત્ન કરવા તેમજ આવેલ મુશ્કેલીના નિરાકરણ માટે સમસ્યા ઉકેલ પધ્ધતિ અપનાવવી. જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં કયારે કઈ પધ્ધતિનો ઉપયોગ કરવો તેની આગવી સૂઝ ધરાવતી. માનવ હોવાને નાતે માનવધર્મને અપનાવવો.

ધ્યેય કથન

બાળકોમાં રહેલી સર્જન શકિતનો વિકાસ કરવા માટે ચિત્ર સ્પર્ધા અવારનવાર યોજવામાં આવે છે. તેમજ ગણિત – વિજ્ઞાન વિષયોમાં પ્રાયોગિક કાર્ય ધ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જન શકિતને વિકસાવવામાં આવે છે દર વર્ષે યુવક મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં બાળકોને ભાગ લેવડાવી તેમની સુષપ્ત શકિતઓને વિકસાવવા આવે છે. બાળક માતા-પિતા , ગુરૂજનો વડીલો પ્રત્યે આદરભાવ રાખતા શીખે તેમજ બધાને સન્માન આપે  અને એમાં આત્મવિશ્વાસ કેળવે એ અમારો મુખ્ય ધ્યેય છે.

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,535