ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

પ્રવૃત્તિઓ - વ્યસન મુકિત સપ્તાહ તા. 10/9/07 થી 14/9/07

-

(1) વ્યસન એટલે શું?
કોઈપણ ચીજ – વસ્તુનું સેવન વારંવાર લાબાં સમય સુધી કરવાથી એ ચીજ વસ્તુ વિના ચાલે નહિ એવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે માનવી એ ચીજ – વસ્તુઓ વ્યસની થઈ ગયો એમ કહેવાય
(2) વ્યસન શાના હોઈ શકે?
• તમાકું-ચુનો ખાવાનું વ્યસન – ગુટખા પડીકી ખાવાનું વ્યસન/પાન – મસાલા ખાવાનું વ્યસન
• બીડી-સીગારેટ પીવાનું વ્યસન/અફીણ –ગાંજો ખાવાનું વ્યસન/દારૂ-શરાબ પીવાનું વ્યસન
• હુકકા –ચલમનું વ્યસન/છીંકણી સુંધવાનું વ્યસન /ડ્રગ્સ લેવાનું વ્યસન – જેવા કે હેરોઈન, ચરસ, મારિજુઆના / બ્રાઉનાસુગર,એલ.ડી.એસ. વગેરેનું વ્યસન.આ ડ્રગ્સ પાવડર રૂપે,ગોળી સ્વરૂપે,ઈન્જેકશનની સિરીજ મારફતે લેવાય છે.
(3) વ્યસની થવાના કારણો
• માતા પિતા વ્યસની હોવાથી તેમના સંતાનો સહજતાથી વ્યસની બને છે.
• કુતૂહલતા ખાતર, દેખાદેખી કરવાના ઈરાદાથી વ્યકિત વ્યસની બને છે
• પોતાનો પ્રભાવ અન્ય પર જમાવવાના આશયથી વ્યકિત વ્યસની બને છે.
• માતા-પિતા, સગા સંબંધીઓ તરફથી બાળકોને પ્રેમ ન મળે તો વ્યસની બને છે.
• સાચી હૂંફ ન મળતી હોય, ટેન્સન કે માનસિક હતાશાને કારણે પણ વ્યસની બને છે.
• વ્યસની મિત્રોની સોબત કરવાથી ધીરેધીરે સંગતને અસરને કારણે બાળક વ્યસની બની જાય છે.
• કોલેજમાં રેગીંગ ધ્વારા વિદ્યાર્થીઓને વ્યસન માટે દબાણ કરવામાં આવે છે.
• કેટલીક કંપનીઓ પોતાની ચીજ-વસ્તુઓમાં એવી નસીલી- ચીજ-વસ્તુઓ ભેળવે છે કે બાળકોને વારંવાર તેના સેવન વગર ચાલતું નથી.
• કાયદાઓનું ચૂસ્ત પાલન થતું ન હોવાથી સગીર વયના બાળકો છૂટથી આવી ચીજ-વસ્તુઓ મેળવી શકે છે.વેપારીઓ તેનો ભરપુર ફાયદો ઉઠાવે છે.
• જાહેરાતોના માધ્યમથી યુવાનો તથા બાળકો તેના તરફ આકર્ષાય છે.
• છૂપો આનંદ માણવા જીજ્ઞાસાને સંતોષવા માટે કેટલાક વ્યસની બને છે.
• -અન્ય કરતાં જુદા પડવા તથા અન્ય સામે વટ પાડવા વ્યસનો સ્વીકારવામાં આવે છે.
(4) વ્યસનના ગેરફાયદા –
• ધૂમ્રપાન કરવાથી નીચેના જીવલેણ રોગો થાય છે. ફેકસાનું કેન્સર, હદયરોગ, શ્વાસ નળીનું કેન્સર, મોં નુંકેન્સર, સ્વરપેટીનું કેન્સર,યકૃત અને પિતાશયનું કેન્સર વગેરે.
• તમાકુનું સેવન કરનારા લોકોના સંતાનોને વારસામાં કેન્સર મળે છે.
• ગુટખા ખાનારને મોઢું ખોલવાની તકલીફ પડે છે.ધીમેધીમે કેન્સર થવાથી મોઢા વાટે ખાઈ શકાતું નથી ખૂબ પીડા અનુભવાય છે.
• માદક દ્રવ્યના સેવનથી ભવિષ્યની સંતતિ દિવસે દિવસે નિર્બળ અને નિસ્તેજ થતી જાય છે.
• વ્યસનથી બાળક યુવાન થવાને બદલે બાળપણથી જ વૃધ્ધત્વ પામે છે.
• દારૂ વ્યકિતને ઝઘડાખોર અને હિંસક બનાવે છે. દારૂ પીનાર પોતાના કુટુંબને બરબાદ કરી નાંખે છે. પોતાની બધી કમાણી દારૂમાં વેડફી નાંખે છે.
• ભારતમાં 60 ટકા લોકો શરાબને કારણે પાગલ થાય છે.
• દારૂ પીને વાહન હંકારનારી વ્યકિતઓમાં અકસ્માતની શકયતા વધુ હોય છે. હેરોઈન, ચરસ,મારિઝૂઆન, એલ.ડી.એસ.જેવા નસાકારક દ્રવ્યો ખૂબજ મોંધા તથા ખતરનાક હોય છે.માનવીને વહેલો મૃત્યુના મુખમાં ધકેલે છે.
• વ્યસનો લાંબાગાળે ટેવમાં પરિણમે છે.
• સમાજ અને કુટુંબમાં વ્યકિતની કિંમત નીચે અંકાય છે.
• ધૂમ્રમાન-તમાકુંના સેવનથી ગેંગરીન થાય છે પરિણામે હાથ –પગ કાપવા પડે છે.
• તમાકું અપવિત્ર વસ્તુ છે. માણસને સ્વચ્છંદી બનાવે છે.
• પાન અને ગુટકા ખાવાથી દાંતમાં સડો લાગે છે. કેન્સર થવાની શકયતા વધે
• વ્યસની વ્યકિત પોતાના કુટુંબની તથા સમાજની બરબાદી નોતરે છે.
• ડ્રગ્સ લેવાથી મોતને નિમંત્રણ મળે છે. તેનાથી માનસિક રોગ વધે ચે. –ડિપ્રેશન વધે છે.
• ચરસ લેનાર વ્યકિત સ્વપ્નમય સ્થિતિમાં હોય છે. સતત હસ્યા કરે, સતત રડયા કરે હદયના ધબકારા વધે, બ્લડ પ્રેશર પર અસર થાય.
• વ્યસનો રોગને અથવા મૃત્યુને આમંત્રણ આપનારા છે. કુટુંબને બરબાદ કરી નાંખે છે.-નાણાની બરબાદી કરે છે.
• કુટુંબ છત્રછાયા વગરનું બને છે. નાના બાળકોનું ભવિષ્ય ઘુંઘળું બને છે.
(5) વ્યસન અંગે જાણવા જેવું
• વ્યસન એ સુખ નથી પણ સુખની કેવળ ભ્રાંતિ છે.
• વ્યસનો અલ્પ સમયમાં ગાંડાબાવળની જેમ વધે છે
• વ્યસનો ધનની બરબાદી કરેછે. આબરૂના કાંકરા કરે છે.
• વ્યસન મિત્ર સ્વરૂપે શરીરમાં દાખલ થાય છે અને શત્રુ બનીને માનવીને મારી નાંખે છે.
• પહેલાં માણસ ટેવ પાડે છે પછી ટેવ માણસને પાડે છે.
• મોગલ સામ્રાજયના પતનનું કારણ શરાબ છે તો ચીનના પતનનું કારણ અફીણ છે.
• જેના જીવનમાં વ્યસન આવ્યું તેના જીવનમાં પાનખરની શરૂઆત થઈ ગઈ સમજવી.
• વ્યસન એટલે રૂપિયા ખર્ચીને રોગો ખરીદવાનો ધંધો.
• તમાકુ એટલે તમને મારીને કુચો બનાવે તે.
• તમાકુનું સેવન કરવું એટલે મૃત્યુને આમંત્રણ આપવા બરાબર છે.
• આપણા દેશમાં વર્ષ બે અબજ રુપિયાના ગુટકા-પડીકી ચાહકો મોઢાંમાં ઓરે છે.
• શાળાએ જતાં 12 વર્ષના બાળકો પણ ગુટકા સેવનના રવાડે ચડેલા જોવા મળ્યા છે.
• ગલીએ ગલીએ અને ગલ્લે ગલ્લે કેન્સરના પડીકા (ગુટકા)વેચાય છે.
• ગુટકા ધ્રુમપાન કરતાંય વધારે ખતરનાક છે.
• યુવકોની સાથે યુવતિઓમાં પણ ગુટકાનો પ્રભાવ વધ્યો છે.
(6) વ્યસન છોડવાના પગથિયા –
• નસીલા પદાર્થોથી થતાં નુકસાનની તથા તેની ભયાનકતાની માહિતી વારંવાર વાંચવી.
• વ્યસની વ્યકિતને થતાં રોગના તથા તેમની ભયાનક દશાના ફોટા ખાસ જોવા.
• નકારાત્મક વિચારોને વિદાય આપો, હકારાત્મક વિચારોને અપનાવો.
• વ્યસન છોડવા માટે વિશિષ્ટ દિવસ પસંદ કરો જેવો કે પવિત્ર દિવસ, જન્મ દિવસ, પૂણ્યતિથિ.
• આવા શુભ વિચારો વખતે સ્વજનોને સાથે રાખી પાણી મુકો જેથી ખોટું કરતા અટકો.
• વ્યસની ચીજોથી દુર રહો – વ્યસની મિત્રોની સોબત છોડો.
• અન્ય પ્રવૃતિમાં મન કેળવો, સદવાંચનની ટેવ પાડો, એકાંતને ટાળો.
• વ્યસન તેની માત્રા બહાર હોય તો મનોચિકિત્સકને મળો તેની સલાહ મુજબ ચાલો.
• વ્યસન મુકત લોકોને મળો. તેમને કેવી રીતે વ્યસન છોડયા તે જાણો.
• વ્યસન પાછળના વાર્ષિક ખર્ચની રકમ બચે તો અન્ય કઈ મિલકતો ખરીદી શકાય છે તેનો હિસાબ માંડો-બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકાય.
• આત્મવિશ્વાસ અને સંયમથી વ્યસન છૂટી શકે. તે માટે મનોબળ મકકમ બનાવો.
• સ્વતંત્રતા સૌને ગમે છે ગુલામી કોઈને ગમતી નથી તો પછી આપણે વ્યસનના ગુલામ બનવાનું નથી તેવું મનથી નકકી કરો.
• (સૌજન્ય શ્રી વાકપતિ ફાઉન્ડેશન સંચાલિત સંસ્કાર બોધ પરીક્ષાની પુસ્તિકામાંથી સાભાર.)
• સંકલન કરનાર – બી.આર.શાહ (આચાર્યશ્રી) તા. 05/09/07 શિક્ષક દિન

સ્થળ : ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડા
તારીખ : 9/10/2007

પ્રવૃત્તિઓ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 25,164