ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

પ્રવૃત્તિઓ - શિક્ષક દિન

-

દરેક વ્યકિતના જીવન ઘડતરમાં ત્રણ વ્યકિતઓનો ફાળો મહત્વનો હોય છે. 1. માતા 2. પિતા 3. શિક્ષક.
માતા-પિતા ના સંસ્કારો બાળકોના જીવન ઘડતરમાં ખૂબજ પ્રભાવશાળી હોય છે. શિક્ષકનું કામ શિલ્પી જેવું હોય છે. વિદ્યાર્થીને ઘડવાનો –કંડારવાનો –ઉતમ બનાવવાનું કામ શિક્ષકનુ હોય છે. શિક્ષકનું કામ ચિત્રકાર જેવું હોય છે. કારણકે વિદ્યાર્થીના જીવનમાં નવા રંગો પુરે છે. શિક્ષકને પર્થદર્શક નું છે કારણકે વિદ્યાર્થીને સાચી દિશા સાચો માર્ગ બચાવે છે.
દરેક મહાન વ્યકિત ના જીવન ઘડતરમાં તેમના શિક્ષકોનો ફાળો રહયો છે. આ રહયા તેના ઉદાહરણો –
ધ્વારકાની બી.એડ. કોલેજના પ્રાચાર્ય ડૉ. ઈશ્વરભાઈ પરમાર જેઓ શિક્ષણ તથા સંશોધન ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત લેખક છે. તેમના જીવન ઘડતરમાં તેમના ગુરૂ સ્વ.ડોલરરાય માંકડનો મહત્વનો ફાળો છે.
ડૉ. નરોતમભાઈ વાળંદ જેઓનું નામ ગુજરાતી હાસ્ય સાહિત્યક્ષેત્રમાં અગત્યનું છે. તેમના જીવન ઘડતરમાં તેમના ગૂરુ ઉમાશંકર જોષીનું મહત્વનું યોગદાન હતું. ડૉ. નરોતમભાઈ વાળંદ લખે છે કે ઉમાશંકરભાઈ સાચા અર્થમાં શીલભદ્ર સારસ્વત હતા. જીવન સમગ્રને કેવું ઉજવળ બનાવી શકાય તેનું સર્વોતમ ઉદાહરણ તેમનું જીવન અને કવન છે.
ભાવનગર યુનિ. ના પૂવે વા. ચાન્સેલર (કુલપતિ) તથા ઉચ્ચ .માધ્યમિક શિક્ષક બોર્ડનાં ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રિ.આર.એસ.ત્રિવેદી સાહેબના જીવન ઘડતરમાં બે શિક્ષકોનો ફાળો ગણાવે છે. (1) તેમની શાળાના શિક્ષક સ્વ. ત્રિભોવનભાઈ આઈ. પટેલના તેનો શ્રેય આપે છે. (2)અંગ્રેજી ભાષાના ઉતમ શિક્ષકની સબનિશ સાહેબ (શાંતારામ સાહેબ)ને તેનો શ્રેય આપે છે. શ્રી ત્રિવેદી સાહેબ લખે છે કે શ્રી પટેલ સાહેબ શિક્ષક કરતાં ક્રાંતિવીર હતા. તેઓ એક સમાજ સુધારક હતા. ગાંધીયુગના પ્રતિનિધિ છે. શિસ્તના આગ્રહી છે. શિસ્તના આગ્રહી હતા. સબનિસ સાહેબ માટે લખે છે. કે તેઓ અંગ્રેજી ભાષાના ઉતમ શિક્ષક હતા. તેમનો વગ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી ન ભરે. તોફાની વિદ્યાર્થી પણ તેમનો વર્ગ ભરે. અનોખી માટીના શિક્ષક હતા. તેઓ બહુમુખી પ્રતિભાસંપન્ન વ્યકિતત્વવાળા હતા.
સુરતની પ્રખ્યાત સંસ્થા જીવન ભારતીના પ્રમુખ તથા શિક્ષણશાસ્ત્રી ડૉ. ચંપકલાલ ઝેડ શાહ પોતાની કારર્કીદીના આરંભમાં પોતાનું ઘડતર કરનાર શિક્ષકશ્રી સ્વ. ચંદ્રવદન શાહને પોતાના શ્રેષ્ઠ ગુરૂ માને છે. ડૉ. ચંપકલાલ લખે છે કે આચાર્યશ્રી સ્વ. ચંદ્રવદન શાહે મનેજ્ઞાનવાદ અને ધનવાન બનાવ્યો છે. તેવું કહેતા હું ગૌરવ અનુભવું છું.
કરમસદની પ્રમુખે મેડીકલ કોલેજમાં ફામાકોલોજી વિભાગના અધ્યક્ષ ડૉ.સગુણ દેસાઈ પોતાના પથદર્શકો તરીકે દાહોદની પંડયા હાઈસ્કૂલના શિક્ષક વી.જે.દવે. સાહેબને તથા કડકીયા સાહેબ તથા પ્રિન્સીપાલશ્રી ઐયર સાહેબને શ્રેષ્ઠ પથદર્શક તરીકે સ્વીકારે છે. શ્રી દવે સાહેબ ખૂબ લોકપ્રિય શિક્ષક દરરોજ તેમના ફી તાસમાં તથા રીસેસના સમયે વિદ્યાર્થીઓને ભણવા કે સમજવા માટે સામેથી કહેતા શનિ-રવિ રજાના દિવસે વિદ્યાર્થીઓ માટે ઘરે આવવાની છુટ આપતા. બુઝગ કડકીયા સાહેબ દરેક વર્ગના પ્રથમ નંબરના પંદરેક વિદ્યાર્થીઓને ભેગા કરી શાળા સમય પછી સાંજના ભણાવે સ્પેશિયલ કોચીંગ આપે. જિલ્લા સ્કોલરશીપની પરીક્ષાની તૈયારી કરાવે. પોતાના ખર્ચે દાહોદથી ગોધરા પરીક્ષા આપવા લઈ જાય અને લાવે. એમનો માહયલો જ શિક્ષકનો હતો. નિજાનંદ માટે આવું કરતા હોશિયાર વિદ્યાર્થીઓની માફક નબળા વિદ્યાર્થીઓને પણ શોધી કાઢતા.અને એમના માટે ખાસ કોચીંગ કલાસ ચલાવતા. ઐયર સાહેબ કેરળથી આવીને દાહોદ વસેલા. મેડીકલનો અભ્યાસ છોડીને શિક્ષક બનેલા.એમના અંગ્રેજીન જોટો જડવો મુશ્કેલ. ગુજારાતી પણ એટલું જ શુધ્ધ બોલે. ખમતીઘર આચાર્ય આવા તો અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે. ગયા વર્ષો અમોએ અમારી શાળામાં શિક્ષકદિન અનોખી રીતે ઉજવ્યો.
અમારી શાળાની સ્થાપના 1909 માં થયેલી. અમોને વિચાર આવ્યો કે આ શાળાના તમામ હયાત એવા ભૂતપૂર્વ શિક્ષકોને 5 મા સપ્ટેમ્બર બોલાવવા – તેમનું ઉમળકાભેર સ્વાગત કરવું – તેમના આશીવાદ લેવા તેમને નત મસ્તકે વંદન કરવા –તેમને પ્રેમથી આદર આપવો-નવી અને જુની પેઢી વચ્ચે મિલન કરાવવું. બસ આવો વિચાર મનમાં સ્ફૂયો અને તેને અમલમાં મુકવા આયોજન કર્યું.
સમગ્ર પ્રોગામ ત્રણ શેષનમાં વહેંચી નાખ્યો હતો. પ્રથમ શેષનમાં ભૂતપૂર્વ શિક્ષકોના કપાળે કુમકુમ તિલક કરી તેમની વંદના કરવામાં આવી, ત્યારપછી દરેક ભૂતપૂર્વ શિક્ષકને પુષ્પગુચ્છ અપણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું. સવારની શેષનમાં સંખેડા કોલેજના આચાર્યશ્રી ડૉ. રાજેશ મોદીનું વકતવ્ય હતું તેમનો વિષય હતો મારા જીવન વિકાસમાં મારા શિક્ષકોનો ફાળો બીજા વકત હતા. ડભોઈની બી.એડ.કોલેજના પ્રાઘ્યાપક શ્રી આર.કે. પંડયા તેમનો વિષય હતો. શિક્ષકનો વ્યવસાય એટલે જીંદગીમાં સંતોષ સાથે વિકાસ સાધી પ્રગતિ કરવાનો વ્યવસાય બન્ને વકતાઓએ મનનીય વકતવ્યો આપ્યા. ભૂતપૂર્વ શિક્ષકોએ પોતાના પ્રતિભાવો આપ્યા અને શાળાના વિદ્યાર્થીઓ માટે ટુંકો સંદેશ આપ્યો તથા પોતાના યાદગાર સંસ્મરણોને વાગોળ્યા ત્યારબાદ સૌએ પ્રતિભોજન લીધું.

બપોર બે વાગે બીજુ શેષન શરૂ થયું જે આંતરશાળા કાર્યક્રમ હતો. શિક્ષકદિન અનોખી રીતે ઉજવાવો હતો તેથી દયારામ શાળા વિકાસ સંકૂલમાં આવેલી 55 શાળાઓ પૈકી પસંદગીની 20 જેટલી શાળાના વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું. દરેક શાળામાંથી પાંચ-છ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા પધાયો હતાં. આંતરશાળા કાર્યક્રમ ધ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સ્પધાઓ ધ્વારા એકબીજાની નિકટ આવે અને એકબીજાનો પરિચય મેળવી આત્મીયતા કેળવે તેવો હેતું હતો. આ કાર્યક્રમમાં સંખેડા, ડભોઈ, શિનોર, તાલુકાની કુલ-17 શાળાના વિદ્યાર્થીઓ તેમના શિક્ષક પ્રતિનિધિ સાથે ભાગ સવારના 11 વાગ્યાથી આવી ગયા હતા.
સાંજે -6-00 વાગ્યા સુધી વિવિધ પ્રોગ્રામ થયા અને તેનો લાભ સૌએ ખૂબ આનંદથી લીધો. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી જેનો વિષય હતો જો હું શિક્ષક હોઉ તો, આંતરશાળા કાર્યક્રમમાં આ સિવાય પણ વિવિધ સ્પર્ધાઓ રાખી હતી જેવી કે, નિબંધસ્પર્ધા, સ્મરણ કસોટી,એક મિનિટની રમતો, દોરડા કૂદસ્પર્ધા,સગીત ખૂરશીની સ્પર્ધા તથા પરિચય પેટી સ્પર્ધા (અન્ય શાળાના મિત્રો સાથે પરિચય કેળવી મિત્રો બનાવવા) આવી સ્પર્ધાના વિજેતાઓને પ્રથમ, દ્રિતીય, તૃતિય એવા રોકડ ના પુરસ્કારો આપવામાં આવ્યા. બહાર ના શાળાના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા દરેકને કાર્યક્રમ ખૂબ ગમ્યો. કાર્યક્રમને અંતે સૌએ અલ્પાહાર લીધો.
સાંજે – 4-30 કલાકે છેલ્લુ શેષન 1 કલાક માટેનું શરૂ થયું. આ શેષનમાં ખ્યાતનામ ભૂતપૂવે પોલીસ કમિશ્નર તિહાલ જેલ તથા આઈ.પી.એસ.અધિકારી દિલ્હીના ડૉ.કિરણ બેદીની વ્યકિતના વિકાસમાં શિક્ષકનો રોલ વિષય પરના પ્રવચનની ઓડીયો-વિડીયો કેસેટ (સીડી) મુકવામાં આવી છે. જેમાં તેમને શિક્ષકના રોલ પર ખૂબજ પ્રભાવકારક- પ્રેરણાદાયક-ઉત્સાહિત કરે તેવું 1 કલાક સુધી પ્રવચન આપેલું તે સૌએ સાંભળ્યું અને સૌ કોઈ તેમનું વકતવ્ય સાંભળીને રોમાંચિત થઈ ગયા. આમ સૌ કોઈએ શિક્ષક દિન વિશિષ્ટ રીતે ઉજવ્યાનો એક સંતોષ અનુભવ્યો હતો.
લેખક બી આર.શાહ (આચાર્યશ્રી –ડી.બી.પારેખ હાઈસ્કૂલ,સંખેડા. તા. 13-08-2007)
સૌજન્ય – મૈત્રી –સેતુ અંક જુલાઈ 2003 –એમિટી સ્કૂલ ભરૂચ.

સ્થળ : ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા
તારીખ : 8/13/2007

પ્રવૃત્તિઓ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 83,595