ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

પ્રવૃત્તિઓ - પુસ્તકો સહિતની પરીક્ષા

એક નૂતન પ્રયોગ

તા.22/03/2008 ફાગણ સુદ -15 (હોળી)
મારી શાળામાં પંદરેક વર્ષે પૂવે એક પ્રયોગ કર્યો હતો. ધોરણ-12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની વાણિજય વ્યવસ્થા વિષયમાં પુસ્તકો સહિતની એક પરીક્ષા લીધી હતી. વર્ગના વિદ્યાર્થીઓને અઠવાડિયા પહેલાં આ નવા પ્રયોગની જાણ કરી દીધી હતી. કેટલા પ્રકરણોમાંથી પ્રશ્રો પુછવામાં આવશે તથા કેટલા ગુણનું પ્રશ્રપત્ર હશે તથા કેટલો સમય આપવામાં આવશે તેની પણ માહિતી આપી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને એમ જ હતું કે પુસ્તકો સાથે પરીક્ષા આપવાની છે. તેથી પરીક્ષાની તૈયારી શું કરવાની હોય? તેઓ પૈકીના મોટાભાગના બેફીકર હતા. પણ મારા મનની ગડમથલની અલગ પ્રકારની હતી. મારે કાંઈક નવો સંદેશ આપવો હતો. મારે આ પ્રયોગ ધ્વારા પરીક્ષા પધ્ધતિમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. તે સિધ્ધ કરવું હતું. વિદ્યાર્થીઓને અગાઉથી જણાવી દીધેલું કે પ્રશ્રપત્ર ચીલા ચાલુ પધ્ધતિએ નહિ હોય. પ્રશ્રપત્ર હું મારી રીતે કાઢીશ. અઠવાડિયા પછી પરીક્ષા આવી. વિદ્યાથીઓ ગાઈડો, અપેક્ષિત,પાઠયપુસ્તકો વગેરે લઈને પરીક્ષાખંડમાં બેઠાં. મેં સૌને પ્રશ્રપત્ર આપ્યું. મોટાભાગના વિદ્યાથીઓ પુસ્તકમાંથી-ગાઈડોમાંથી જવાબો શોધવા લાગ્યા. જેવી સમજ પડી તેવા જવાબો લખવા લાગ્યા. જેવી સમજ પડી તેવા જવાબો લખવા લાગ્યા.જેવી સમજ પડી તેવા જવાબો લખવા લાગ્યા. કેટલાંક ને પ્રશ્રોના ઉતરો શોધતા નાકે દમ આવી ગયો અને આ બધામાં સમય પુરો થઈ ગયો. વિદ્યાર્થીઓના મોંઢા પર જોઈએ તેવો આનંદ હતો નહિ. પુસ્તકો હતા પણ પુસ્તકોએ જોઈએ તેવો સાથ આપ્યો નહિ. કેટલાંક તેજસ્વી અને સ્માર્ટ વિદ્યાથીઓનાં મોઢા પર સ્પષ્ટ આનંદ જોઈ શકતો હતો.
પ્રશ્રપત્રનું હાર્દ સમજવા જેવું છે. પ્રશ્રપત્રમાં 40ટકા અતિ ટૂંકા પ્રશ્રો હતો અને તે પાઠયપુસ્તક આધારિત હતાં જેના જવાબો ગાઈડ કે અપેક્ષિતમાં ન હતા તેથી જેને એકાદવાર વાંચ્યું હોય તેને જ તેના જવાબો આવડે. પાઠયપુસ્તકના ખૂણેખાચરેથી શોધીને આવા પ્રશ્રો આપ્યા હતા, જે પરીક્ષાથીઓએ પાઠયપુસ્તક વાંચવાની તસ્દી લીધી ન હતી તેમને આ પ્રશ્રોના જવાબ શોધવામાં લગભગ નિષ્ફળતા મળી. તેજસ્વી પરીક્ષાથીઓએ પુસ્તક વાંચ્યું હોવાથી તેમને કાંઈક અંશે સફળતા મળી. 20 ટકા પ્રશ્રો ટવીસ્ટ કરીને પૂછવામાં આવ્યા હતા. પ્રશ્રોને જુદી રીતે પૂછવામાં આવ્યા હતાં. પ્રશ્રોને જુદી જુદી રીતે પ્રશ્રોના ઉતરો લખ્યા જેઓ સમજી શકયા તેઓ સાચા જવાબો આપી શકયા પણ તેવા પરીક્ષાર્થીઓનુ પ્રમાણ ખૂબજ ઓછું હતું. 20 ટકા પ્રશ્રો એવા પૂછયા હતા કે જેનો ગાઈડમાં અપેક્ષિતમાં ખૂબજ લંબાણપૂર્વક જવાબો આપ્યા હતા અને તેનું સ્થાન દિર્ધ ઉતરવાળા પ્રશ્રોમાં થતું હતું.પણ આવાજ પ્રકારના પ્રશ્રોને પ્રશ્રપત્રમાં ટૂંકાપ્રશ્ર તરીકે સ્થાન આપીને ખૂબજ ટૂંકમાં જવાબો માંગ્યા હતાં. પણ મોટાભાગના પરીક્ષાર્થીઓએ આવો પ્રશ્ર કેટલા ગુણનો છે. તેજોવાની તસ્દી લીધી નહિ અને ગાઈડ અપેક્ષિતમાંથી તેનો બેઠો ઉતારો કરવા લાગ્યા. જેથી તેમનો સમય બગાડયો અને આખરે પ્રશ્રપત્ર સમયસર પુરૂ કરી શકયા નહિ. જે પરીક્ષાથીઓ સમજદાર હતા તેમને આવા પ્રશ્રના ઉતરો બેઠા ઉતારવાને બદલે તેમના મહત્વના મુદાઓને અલગ તારવીને ખૂબજ ટૂંકમાં તેનો જવાબ આપ્યો પરિણામે તેમનો સમય બચ્યો જે અન્ય જગ્યાએ વપરાયો. 20 ટકા પ્રશ્રો એવા પૂછયા હતા કે જેમાં તેમના કૌશલ્યનો ઉપયોગ કરવાનો હતો તેમની સમજનો ઉપયોગ કરવાનો હતો જે જ્ઞાન મેળવ્યુ છે તેના આધારે તેમના કૌશલ્યને પારખવાના પ્રશ્રો હતાં.
આમ સમગ્ર પરીક્ષામાં પરીક્ષાર્થીને ગમે તેટલી બુક લઈને બેસાડો તો પણ તે સફળ થઈ શકતો નથી કારણકે તેને કાંઈ વાંચન કર્યુ નથી. માત્રને માત્ર પુસ્તકો –ગાઈડોમાંથી ઉતરોની નકલ કરવાનો પ્રયત્ન હોય છે. પણ જે પરીક્ષાર્થીએ પુસ્તકો-ગાઈડો કે અન્ય સાહિત્યને ગંભીરતાથી વાંચ્યું છે અને આત્મસાત કર્યુ છે તેઓ વિચલીત થયા વગર આવા પ્રકારના પ્રશ્રપત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ પુસ્તકમાંથી કે ગાઈડમાંથી બેઠું લખતા નથી. તેઓ માત્ર જરૂરી હોય ત્યારે જ પુસ્તક કે ગાઈડ ખોલશે અને જરૂરી મુદાને જ ટપકાવશે. ઉપરોકત પ્રયોગથી એક વાત નકકી થઈ ગઈ કે પરીક્ષામાં ચોરી અટકાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવા કરતાં પરીક્ષાર્થીઓને પુસ્તકો સાથે જ પરીક્ષા આપવાનું એક નવું વાતાવરણ ઊભું કરીએ અને વિદ્યાર્થીને જાતે જ નકકી કરવા દો ચોરીથી પાસ થવાય છે કે સમજીને વાંચવાથી પાસ થવાય આ એક ક્રાંતિકારી વિચાર છે પણ તેનો અમલ કરવા જેવો છે. બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીઓની માનસિકતા ચોરી કરીને ઉતરો લખવા તરફ હોય છે. તે માટે તેમના વાલીઓનો તેમને નૈતિક રીતે ટેકો હોય છે. વાલીઓ જ પોતાના કૂમળી વયના બાળકોને ચોરી કરવા માટે પ્રોત્સાહિત કરતાં હોય છે. તે માટેનો આખો કારસો ઘડી કાઢતા હોય છે. કેન્દ્રના ખંડનિરીક્ષકો, કેન્દ્ર સંચાલક વગેરે સ્થાનિક પરિસ્થિતિને વંશ હોય છે. તેથી તેઓ કાંઈ કરી શકતા નથી. શાળાના સંચાલકો-આચાર્ય-શિક્ષકો પોતાની શાળાનં પરિણામ 30 ટકાથી નીચું ન આવે તેની ચિંતામાં હોય છે. તેથી તેઓનું વલણ પણ ખૂબ નરમ હોય છે. પરિણામ નીચું આવે તો વગો બંધ થાય શિક્ષકો નોકરી વગરના થાય (ફાજલને રક્ષણ મળતું નથી) તેથી બોર્ડની પરીક્ષા વખતે તેમનું વલણ પણ ખૂબ કૂમળું હોય છે.
આ સમગ્ર પરિસ્થિતિમાં શાળાની શિસ્ત જોખમમાં મુકાય છે. વિદ્યાર્થીઓ વગમાં આવવાનું ટાળે છે. વર્ગો ટકાવી રાખવાની શિક્ષકને ગરજ છે તેથી નામ કમી કરવાનું ટાળે છે. વિદ્યાર્થીઓ મહેનત કરતાં નથી. માત્રને માત્ર ચોરી કરીને પાસ થઈ જવાની અપેક્ષા વધી જાય છે. પરિણામે શાળામાં અશિસ્તનાં પ્રશ્રો ઊભા થાય છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધો વણસે છે.
ધોરણ-10-12 ની બોર્ડની પરીક્ષા આપનાર શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓ ખાનગી ટયુશન
કલીસીસમાં 100 ટકા હાજરી આપે છે. શાળામાં તેમની હાજરી શંકાસ્પદ હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી ટયુશન કલાસની ગુણવતા સભર સેવા મેળવી મુશ્કેલ હોય છે. પરિણામે પરિણામની ટકાવારી ખૂબજ નીચી હોય છે.આમેય આજના વિદ્યાર્થીને શાળામાં છ કલાક સુધી બેસી રહેવું ગમતું નથી તેથી તે એક યા બીજા બહાને શાળામાં આવવાનું ટાળે છે. અથવા થોડા તાસ ભરીને શાળામાંથી કોઈને કોઈ બહાના હેઠળ જતા રહેવાનું પસંદ કરે છે. તેની અસર શાળાના અન્ય વિદ્યાર્થીઓ પર પડે છે.
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે બોર્ડના લાખો રૂપિયાનો દર વર્ષે ઘૂમાડો કરવામાં આવે છે. મોટાભાગના પરીક્ષાથી ગેરરીતિ આચરે છે. એવું પણ નથી. જે વિદ્યાર્થીઓ રેન્કર છે. તેઓ ચોરીનો આશરો લેતા નથી. જે વિદ્યાર્થીઓને પોતાની કારર્કિદી ઘડવી છે. તેઓ ચોરીનો વિકલ્પ પસંદ કરતા નથી. શહેરની સારી નામાંકિત શાળાઓના વિદ્યાર્થીઓ ખૂબજ પ્રામાણિકતાથી ચોરી કર્યા વગર પરીક્ષાઓ આપતા હોય છે. તેઓ ધન્યવાદને પાત્ર છે. પણ તેમનું પ્રમાણ જૂજ હોય છે. પણ જેમને આખું વર્ષ રખડી ખાધું છે, મહેનત કરવાના આળસુ છે, જેમને કમ કર્યા વગર ફળ મેળવવાની લાલચ છે તેવા પરીક્ષાર્થીઓ જ આ દુષ્કૃત્યમાં સામેલ થાય છે. તેમજ કેટલાક વર્ગદાર વાલીઓ વધુ ટકા લાવવાની લ્હાયમાં આ દુષ્કૃત્ય સામેલ થાય છે. કેન્દ્રની કેટલીક શાળાઓ પણ આ દુષ્કૃત્યમાં સામેલ થાય છે.

પરીક્ષાઓ પ્રમાણિક અને વિશ્વસનીય બને તે માટે નો સમય પાકી ગયો છે. તે માટેના મારા સૂચનો નીચે મુજબ છે.
(1) તમામ વિષયોની પરીક્ષા ઓપ્ટીકલ ટીમ માર્ક પધ્ધતિથી લેવી .
(2) સમય, ગુણ અને પ્રશ્રોનું પ્રમાણ 100 100 200 નું રાખવું. એટલે કે 100 મિનિટ નો સમય, 100 ગુણનું પ્રશ્રપત્ર અને 200 ટૂંકા પ્રશ્રો જેના ચાર વિક્લ્પ હોય.
(3) પ્રશ્રપત્રો એ.બી.સી.ડી.ઈ.એમ પાંચ પ્રકારના અલગ બનાવવા જેથી એકજ બ્લોકમાં 30 વિદ્યાર્થીઓ હોય તો માત્ર છ વિદ્યાર્થીઓનું જ પ્રશ્રપત્ર એક સરખું હોય જેથી માસ કોપીની શકયતા ઘટી જાય.
(4) તમામ પરીક્ષાર્થીઓને પુસ્તકો-ગાઈડો-અપેક્ષિતો લઈ જવાની છૂટ આપવી જોઈએ એટલેકે પુસ્તકો સાથેની પરીક્ષા લેવાવી જોઈએ.
(5) ટૂંકા પ્રશ્રો એવી રીતે પૂછવા કે સમગ્ર પાઠયપુસ્તક ના કોઈપણ પ્રકરણનો પ્રશ્ર ગમે તે ક્રમમાં પૂછવો. દરેક પ્રકરણનું વેઈટેજ (ગુણ ભાર) જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન આપવું. જોઆ રીતે પરીક્ષાઓ લેવાશે તો શું થશે તેની કલ્પના કરીએ
• જે પરીક્ષાથીઓએ આખું વર્ષ મહેનત કરી નથી. પુસ્તકો વાંચ્યા નથી તેવા પરીક્ષાર્થીઓ ગાઈડ,અપેક્ષિતો માંથી જવાબો શોધવામાં 100 મિનિટ વેડફી નાંખશે શકય છે કે તેઓ 200 પ્રશ્રોમાંથી માંડ 25-30 પ્રશ્રોના જવાબો સાચા શોધી શકે. પરિણામે તેઓ 14-15 ગુણથી વધારે લાવી શકે નહિ. તેઓ નાપાસ થઈ શકે છે.
• જે પરીક્ષાથીઓએ આખુ વર્ષ મહેનત કરી છે. વર્ગખંડમાં હાજરી આપી છે. તલસ્પર્શી વાંચન કર્યું છે તેવા પરીક્ષાર્થીઓ પોતાને જે આવડે છે. તેવા પ્રશ્રોના જવાબમાં સાચા વિકલ્પો સામે પુસ્તકમાં જોયા વગર એકાદ કલાકમાં 70 થી 80 ટકા પ્રશ્રોની ટીક માર્ક કર્યા પછી જ 30 થી 40 મિનિટનો સમય બચશે તેમાં તેને જે નથી આવડતા અથવા જેના વિકલ્પો અંગે શંકા છે. તેના જવાબો શોધવામાં પુસ્તકોનો ઉપયોગ કરશે. આમ જે પરીક્ષાર્થીઓ મહેનતું છે. સાચા અર્થમાં પ્રમાણિક છે. જેઓએ આખા વર્ષ દરમિયાન પૂરતી તૈયારી છે. તેવા પરીક્ષાર્થીઓ શકય છે કે 95 થી 100 ટકા પ્રશ્રોના સાચા વિકલ્પો 100 મિનિટમાં આપવામાં સફળ થઈ શકે.
• અપેક્ષિતો-ગાઈડોના સ્વરૂપ બદલાશે. જો 200 ટૂંકા પ્રશ્રોવાળું બહુવિકલ્પ પ્રશ્રપત્ર હોય તો અપેક્ષિતમાં 1500 થી 2000 ટૂંકા પ્રશ્રોના વિકલ્પ સાથે સમાવેશ કરવો પડે. પરિણામે પરીક્ષા સમયે આ અપેક્ષિતમાંથી 100 મિનિટની મર્યાદામાં 200 પ્રશ્રોના જવાબો શોધવામાં પરીક્ષાર્થીને નિષ્ફળતા જ મળે કયો પ્રશ્ર કયા પ્રકરણનો હશે તે વિદ્યાર્થી જાણતો ન હોય તો આ કાર્ય ખૂબજ કઠીન બની શકે. જે પરીક્ષાર્થીઓ પોતાની 100 મિનિટ આ પ્રશ્રો શોધવામાં બગાડશે તેઓ 100 ટકા નિષ્ફળ જશે તેમાં કોઈ બે મત નથી.
• પ્રશ્રપત્રો એ.બી.સી.ડી.ઈ. આમ પાંચ અલગ અલગ પ્રશ્રપત્રો હોવાથી માસ કોપીની શકયતા રહે નહિ.
• આ પ્રકારની પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ વગમાં નિયમિત હાજરી આપતા થશે. વિદ્યાર્થીઓ મહેનત કરતાં થશે. ચોરી કરવાનો પ્રતિબંધ દૂર થવાથી તેમની માનસિકતા બદલાશે. 100 ટકા ચોરી કરવામાં નાપાસ થઈ શકાય છે તેવું તેમને લાગવા માંડશે. પરિણામે દરેક શાળાઓ પોતાના વિદ્યાર્થીઓ પાછળ વધુ મહેનત કરશે. દરેક વાલી પોતાના પાલ્યને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરશે. બોર્ડના લાખો રૂપિયાનો ખર્ચ બચી શકશે. વિદ્યાર્થીઓની મહેનત સાર્થક થશે. ગુજરાતનું યુવાધન ચોરીના રવાડે ચડવાને બદલે પુરૂષાર્થ કરી કર્મનું ફળ લેવા સંનિષ્ટ પ્રયત્ન કરશે. દરેક શાળાનું, દરેક કેન્દ્રનું સાચું પરિણામ જાણવા મળશે.
• પણ શિક્ષણ વિભાગે પણ કાંઈક નકકર જાહેરાતો ધ્વારા તમામનો વિશ્વાસ સંપાદન કરવો પડશે. જેમકે
• 30 ટકા કરતાં નીચું પરિણામ સતત 3 વર્ષ સુધી આવે તો જ તે શાળાની ગ્રાન્ટ ક્રમશ ઘટાડવી. પ્રથમ બે વર્ષ સુધી પરિણામ સુધારવા માટે તક આપવી.
• પરિણામ નીચું આવતાં વર્ગ ઘટાડીને શિક્ષકોને છૂટા કરવાને બદલે બે કે ત્રણ વર્ષ માટે તે શાળાને સરાસરી સંખ્યા જાળવવામાંથી મુકિત આપી વર્ગો ચાલુ કરવાને બદલે બે કે ત્રણ વર્ષ માટે તે શાળાને સરાસરી સંખ્યા જાળવવામાંથી મુકિત આપી વર્ગો ચાલુ રાખવાની પરવાનગી આપી શિક્ષકને છૂટો કરતો અટકાવવો અને પરિણામ સુધારવાની તક આપવી.
• નવી નોન ગ્રાન્ટેડ શાળાઓને પૂરતી ચકાસણી કર્યા વગર મંજૂરી આપવી નહિ કારણકે તેનાથી ગ્રાન્ટેડ શાળાની સંખ્યા ઘટે છે. વર્ગો બંધ થાય છે. શિક્ષકોને છૂટા થવું પડે છે.
• બોર્ડની પરીક્ષામાં ઓપ્ટીકસ ટીક માર્ક (ઓએમઆર) પધ્ધતિને સ્થાન આપવાનું હોવાથી વિદ્યાર્થીઓનું પરફેકટ મૂલ્યાંકન કરવા માટે શાળામાં લેવાતી પરીક્ષાઓમાં નિબંધ પ્રકારના, વર્ણાનાત્મક પ્રકારના સમજ અને કૌશલ્યને લગતા પ્રશ્રોને સ્થાન આપવું જોઈએ.
• શાળાઓમાં જે પરીક્ષાઓ લેવાશે તેના એવરેજ ગુણ કાઢીને ઈન્ટરનલ ગુણની પ્રથા દાખલ કરવી. આ ઈન્ટરનલ ગુણ 30 થી 50 ટકા સુધીમાં રાખી શકાય. તેમાં વિદ્યાર્થી પાસ થાય તો જ બોર્ડની પરીક્ષા આપવાને લાયક ગણવો. આ ગુણને બોર્ડની માર્કશીટમાં સ્થાન આપવું.તેમ કરવાથી વિદ્યાર્થી શાળાકીય પરીક્ષાનું મહત્વ સમજશે અને તેની શાળામાં નિયમિતતા વધશે.

આ એક નૂતન અભિગમ છે.આજના સમયની તાતી જરૂરીયાત છે. પુસ્તકો સાથેની પરીક્ષાઓ ચોરી અટકાવવાનો એક રામબાણ ઈલાજ છે. વિદ્યાર્થીઓ જે આવડે છે તેના ઉતરો આપવા ઝડપથી પ્રયત્ન કરશે. બચેલા સમયમાં જ તેઓ પુસ્તકોનો ઉપયોગ કરશે. જેમની પાસે સમજશકિત છે તેઓ સાચા જવાબો આપી શકેશે. પણ જેઓ નકલ કરવામાં પાવરઘા છે.તેમને નકલ કરવાની અહીં તક મળતી નથી. આમેય નકલ કરવામાં અકકલનો ઉપયોગ કયાં કરવાનો છે. તેથી નકલ કરનારાઓ માટે આ પધ્ધતિ આત્મધાતક પુરવાર થશે. ચોરીનું કલંક દૂર થશે. પરીક્ષાઓમાં વિશ્વસનિયતાનું વાતાવણ પેદા થશે. ખંડનિરીક્ષક વિના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તેવો માહોલ ઉભો થઈ શકે તેવું પર્યાવરણ જયારે સર્જાશે

ત્યારે શિક્ષણ જગતમાં એક ક્રાંતિ સર્જશે. આપણે સૌ આવા ક્રાંતિકારી વિચારને અપનાવીએ અને શિક્ષણ જગત પર લાગેલાં કલંકને દૂર કરવામાં સહભાગી બનીએ.

સ્થળ : ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડા
તારીખ : 3/22/2008

પ્રવૃત્તિઓ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 83,596