ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

પ્રવૃત્તિઓ - નિર્મળ ગુજરાત

મને કહેવા દો મારું સ્થાન કયાં?

નકામી ચીજ-વસ્તુઓ

બની છું હવે હું નકામી ચીજ.
નથી સ્થાન મારૂ ઘરમાં કે દુકાનમાં.
ફંગોળી દીધી રસ્તા વચ્ચે મુજને.
નિર્મળ ગુજરાતમાં મારૂ સ્થાન કયાં?

ગટર / કાંસ

ગંદું પાણી સ્વીકારું છું હું.
ગામ શહેરની ગંદકી સાફ કરું છું હું.
દબાણો કરીને ચણતર થયા અનેક.
નિર્મળ ગુજરાતમાં મારૂ સ્થાન કયાં?

કાગળ

હું નકામો કાગળનો ટુકડો.
ધકકે ચડાવે તો રસ્તે આવી જાઉ
પવનમાં ગમે ત્યાં ફંગોળાઈ જાઉ
નિર્મળ ગુજરાતમાં મારું સ્થાન કયાં?

ખોખું પેકેટ

ચીજ-વસ્તુની શોભા મારા પેકીંગથી.
માર્કેટમાં મારા નામની ભારે બોલબાલા.
ચીજ-વસ્તુ,કાઢી લેતાં મારી કિંમત કોડીની.
અણસમજુ ફંગોળે મુજને જાહેર રસ્તા પર
નિર્મળ ગુજરાતમાં મારુ સ્થાન કયાં?

પાલતું પ્રાણી

હું માનવીનું પાલતું પ્રાણી.
માલીક મને રખડતું મૂકે.
કરૂં ગંદકી જાહેર રસ્તા પર.
વખત આવે અકસ્તમાત નોંતરું
નિર્મળ ગુજરાતમાં મારૂ સ્થાન કયાં?

હોટલનો એઠવાડો

હુ હોટલનો વાસી એંઠવાડો.
હોટલ લારી પાસે મારું સ્થાન.
આરોગ્યને મૂકું જોખમમાં.
ભોજન પછી મારા હાલ બુરા.
નિર્મળ ગુજરાતમાં મારૂ સ્થાન કયાં?

બીડી-સિગારેટનું ઠૂંઠુ

હું બીડી-સિગારેટનું જૂંઠુ ઠૂંઠૂ.
કસ મારી-કસ મારો કાઢી લીધો.
પીનારાએ ફેકી દીધું ગમે ત્યાં.
નિર્મળ ગુજરાતમાં મારું સ્થાન કયાં

દાતણની ચીરી

હું બાવળ-વડનું દાતણ.
સવારે લાડથી મોંમાં પેસું.
કસ કાઢી –ચીરી નાંખે મને.
ઉલ ઉતારી ફંગોળી દે ગમે ત્યાં.
નિર્મળ ગુજરાતમાં મારું સ્થાન કયાં?

પોલીથીન બેગ

સસ્તામાં સસ્તી બેગ હું.
માર્કેટમાં મારો ઉપયોગ ખૂબ.
કામ પતતા કરી મુકે રઝળતી.
પર્યાવરણ માટે જોખમી હું.
ધરતી પણ મુજને સંગ્રહે નહિ.
નિર્મળ ગુજરાતમાં મારૂ સ્થાન કયાં?

ગુટકા

નામ મારું છે ગુટકો.
મારી આદત જે પાડે,
તેને ગળે વળગું છું હું.
સેવન પછી બુરા હાલ મારા,
ગમે ત્યાં ફંગોળી દઈ.
મૂકયો છે મને ન્યાત બહાર.
નિર્મળ ગુજરાતમાં મારૂ સ્થાન કયાં?

(કચરા પેટી

નામ છે મારૂ કચરા પેટી
કામ છે મારું ન્યારું
ઘર-દુકાને સ્થાન હોય મારું.
કરી બતાવું કરામત ન્યારી.
ગલી મહોલ્લે સ્થાન હોય મારું.
કરી બતાવું સ્વચ્છતાનું દર્શન.
જાહેર સ્થળે સ્થાન હોય મારું.
કરી બતાવું સુંદરતાનો અહેસાસ.
સૌ ભેગા મળી કરે ઉપયોગ મારો.
કરી બતાવું ગુજરાતને નિર્મળ?

નિર્મળ ગુજરાત અભિયાનના સૂત્રો

(1) હમારા આજકા સંકલ્પ
ગુજરાત બનેંગા નિર્મલ
(2) જાહેર સ્થળોની ગંદકી
આપના સૌની બરબાદી
(3) જાહેર શૌચાલયોની ગંદકી
આપના સૌની કમનસીબી
(4) ઝૂંપડપટ્ટીઓની ગંદકી માનવ સમાજની કરૂણતા
(5) હોટલ લારી ધાબાની ગંદકી આરોગ્ય સાથેનો અટકચાળો
(6) જયાંજયાં ગંદવાડ
ત્યાંત્યાં મંદવાડ
(7) સ્વચ્છતામાં છે પ્રભુનોવાસ


સ્થળ : ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા
તારીખ :

પ્રવૃત્તિઓ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 83,602