ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

પ્રવૃત્તિઓ - શિક્ષક દિન નિમિતે સંનિષ્ઠ શિક્ષકોને

અર્પણ

• ભારતના મહાન ફિલોસોફર, ચિંતક રાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણની સ્મૃતિમાં આપણે શિક્ષકદિન ઉજવીએ છીએ.
• મહાન વિચારક એરિસ્ટોટલના મત મુજબ બાળકને જન્મ આપનાર મા-બાપ કરતાં તેના શિક્ષકો મહાન છે. કારણકે શિક્ષકો તેને માણસ બનાવે છે.સુખી,સંસ્કારી અને સમૃધ્ધ જીંદગીના રાહ બતાવે છે.
• વિદ્યાર્થીના આરાધ્ય દેવ એટલે સર કે મેડમ (શિક્ષક કે શિક્ષીકા) વિદ્યાર્થી માટે દુનિયાનો સૌથી મહાન માણસ એટલે શિક્ષક.
• શિક્ષક એટલે વિદ્યાર્થીના હદયમાં સ્થાપિત એક મધુર સ્મૃતિ શિક્ષકને બ્રહમા, વિષ્ણુ, મહેશની ઉપમા આપવામાં આવી છે.
• શિક્ષકની વ્યાસ સાથે તુલના કરવામાં આવે છે. સમાજ શિક્ષકને સંત સાથે સરખાવે છે.
• શિક્ષક એક જયોતિપુંજ છે. એક સ્ત્રોત છે. મનોમન પ્રવૃત એક સૂક્ષ્મ તરંગ છે.
• જે માણસ પોતાના જુના જ્ઞાનનો ઉપયોગ સતત નવું જ્ઞાન મેળવવા માટે કરે તે જ સાચો શિક્ષક બની શકે. જે સતત મનોમંથન કરીને નવી નવી વિભાવના પેદા કરે તે શિક્ષક
• શિક્ષકનું કામ બાળકનાં કુદરતી વલણોને પારખવાનું છે.
• જે શિક્ષક વિદ્યાર્થીઓમાં એક અદભૂત ભાવ જગત પેદા કરે, ચેતના પ્રગટાવે, આત્મસૂઝ પેદા કરે, તે શિક્ષકમુઠ્ઠી ઊંચેરો છે.
• વિદ્યાર્થીને જે કાંઈ સમજાવવું હોય તે શીરાની જેમ ગળે ઉતારી દે તો સાચો શિક્ષક.
• એક શિક્ષક તરીકે વિદ્યાર્થીને એવી રીતે શિક્ષણ આપો, જાણે તમે કશું શીખવતા જ નથી અવનવી વાતોનુંજ્ઞાન એવી રીતે આપો કે જાણે એ આ બધું જાણતો જ હોય.
• શિક્ષકને કદી નિવૃતિ હોતી નથી, કદી તેની વય વધતી નથી, કદીતેનો અસ્ત થતો નથી,તક મળે તો છેલ્લા શ્વાસ સુધી શિક્ષકે પ્રવૃતીમય રહેવું જોઈએ.
• શિક્ષકની ભૂમિકા વિશે ખૂબજ વિચારાયું છે પરંતુ હજુ સુધી આપણે સાચા અને સંનિષ્ઠ શિક્ષકો પેદા કરવાની કળા વિકસાવી શકયા નથી, માત્ર ટેકનિક વિકસાવી છે. પરિણામે શિક્ષકોના રાફડા ફાટયા છે, પરંતુ સાચા અને સંનિષ્ઠ શિક્ષકો શોધ્યા જડતા નથી.
(સૌજન્ય તા. 02/09/07 નું સંદેશ દૈનિક – પ્રો.એચ.એચ.ત્રિવેદી ના લેખના કેટલાક અંશ)
સંકલન કરનાર – બી. આર. શાહ (આચાર્યશ્રી)
સ્થળ : ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા
તારીખ :

પ્રવૃત્તિઓ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 83,599