ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

પ્રવૃત્તિઓ - સ્વાધ્યાયલક્ષી અભિગમ

-

ધોરણ-10ના સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રકરણ-16 આર્થિક વિકાસ 12 પાનમાં છપાયેલું છે. આ બાર પાનમાંથી અતિ ટૂંકા એવા સ્વાધ્યાયલક્ષી 125 પ્રશ્રો તેના ઉતરો સહિત અત્રે ઉતરો સહિત અત્રે પ્રસ્તૃત કરું છું. સ્વાધ્યાયલક્ષી અભિગમના હેતુઓ ઉપયોગિતા અને વિશેષતાઓ વિશે પ્રથમ સમજ મેળવીએ.
હેતુઓ
(1) વિદ્યાર્થીઓ સ્વપ્રયત્ને સંશોધન કાર્ય કરે.
(2) વિદ્યાર્થીઓ વિષય વસ્તુનું ઊંડાણથી જ્ઞાન પ્રાપ્ત કરે.
(3) વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય.
(4) સમગ્ર એકમનું સંપૂર્ણ જ્ઞાન સાથે સ્વઅધ્યયન થાય.
(5) વિદ્યાર્થીઓ સરળતાથી કઠીનતા તરફ જાય.
(6) વિદ્યાર્થીઓનું મુલ્યાંકન થાય.
(7) વિદ્યાર્થીઓની માનસિક શકિતઓનો વિકાસ થાય.
(8) વિદ્યાર્થીઓની જીજ્ઞાસાવૃતિમાં વધારો થાય.
(9) વિદ્યાર્થીઓ સામજિક વિજ્ઞાન વિષયમાં રસ લેતા થાય.
વિશિષ્ટતા –
(1) શિક્ષકે પોતાના તાસમાં રોજના 20 પ્રશ્રોના ઉતરો શોધવા વિદ્યાર્થીઓને આપશે. વિદ્યાર્થીઓ જવાબોની નોટબૂકમાં નોંધ કરશે. શિક્ષક તે પ્રશ્રોની ચર્ચા કરશે.
(2) પ્રશ્રો એવી રીતે પૂછવામાં આવ્યા છે કે તેના ઉતરો સરળતાથી વાંચતા વાંચતા મેળવી શકાય.
(3) વિદ્યાર્થીઓ પ્રશ્રોના ઉતર નોટમાં લખશે તેનાથી તેમની સમજ અને યાદ શકિત પણ વધશે.
(4) પ્રશ્રોનો ક્રમ એવો છે કે વિદ્યાર્થીઓને શોધવામાં કંટાળો ન આવે સમજપૂર્વક વાંચવામાં આવે તો ક્રમશ દરેકના જવાબ મળે.
(5) આ ટૂંકા પ્રશ્રો પાઠયપૂસ્તક આધારિત હોવાથી વિદ્યાર્થીઓએ ફરજીયાત પાઠયપુસ્તક લાવવું પડે જેથી એકસૂત્રતા પણ જળવાઈ રહે.
(6) કયા પાન પરથી કયા ક્રમના પ્રશ્રો મળશે તે પાન નંબર આપી દેવામાં આવે છે.જેથી જવાબો શોધવાનું કાર્ય સરળ બને છે.
(7) વિદ્યાર્થીની જીણવટભરી નજર તળેથી દરેક પાન પસાર થતું હોવાથી ખૂણે-ખાંચરેથી પૂછાયેલા દરેક પ્રશ્રોના ઉતર વિદ્યાર્થી મેળવી શકે છે તેથી પ્રકરણમાં સમાયેલી તમામ બાબતોનું મૂલ્યાંકન થઈ શકે છે.

સ્થળ : ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા
તારીખ :

પ્રવૃત્તિઓ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 83,604