ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

પ્રવૃત્તિઓ - શાળાનું પરિણામ

ઊંચુ લાવવા માટેના અમારા પ્રયત્નો

  1. ઘોરણ 8 થી 10 માં નબળા વિદ્યાર્થીઓના અલગ વર્ગો બનાવ્યા છે. તેમાં નબળા વિદ્યાર્થીઓ પર વિશેષ કાળજી રાખીને અભ્યાસ કરાવવામાં આવે છે. વિષય શિક્ષકોને નબળા વિદ્યાર્થીઓના વગો દતક સોંપ્યા છે. જે તે નકકી કરેલ શિક્ષક દતક વર્ગની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવે છે.
  2. નબળા વિદ્યાર્થીઓના વગોમાં અવનવા પ્રયોગો કરવાની શિક્ષકને છૂટ આપવામાં આવી છે. પ્રયોગોનો હેતુ વિદ્યાર્થી સ્વપ્રયત્ને ભણવામાં નોધપાત્ર પ્રગતિ કરી શકે. વિવિધ પ્રયુકિતઓ ધ્વારા રસપ્રદ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
  3. ધોરણ-8 થી 10 માં નબળા વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે વિશેષ શિક્ષણના વર્ગો શરૂ કર્યા છે. શાળામાં સવારના 8.30 થી 10.00 વાગ્યા સુધી ગણિત – અંગ્રેજી વિષયના શિક્ષકો માનદ સેવા આપી� નિષ્ઠાપૂર્વક પોતાની માનવીય ફરજ અદા કરે છે.
  4. વિદ્યાર્થીઓની સુષુપ્ત શકિતઓને બહાર લાવવા માટે શાળામાં વિવિધ પ્રવૃતિઓનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યુ છે. તે પ્રમાણે ચોકકસ તારીખે અને સમયે વિવિધ પ્રવૃતિઓ અને હરિફાઈઓ થાય છે. માસ વાર વાર્ષિક આયોજનનું પેમ્લેટ શાળા તરફથી બહાર પાડવામાં આવ્યું છે.
  5. દર સોમવારે નકકી કરેલ વિષયનો યુનિટ ટેસ્ટ લેવાય છે. શનિ-રવિ રજાના દિવસમાં વિદ્યાર્થી ટેસ્ટની તૈયારી કરી શકે તે હેતુથી ટેસ્ટ માટે સોમવાર નકકી કરેલ છે. વિધાર્થીઓ સ્વપ્રયત્ને-આત્મવિશ્વાસથી 15 થી 20 ગુણનો ટેસ્ટ આપે તેવા અમારા સતત પ્રયત્નો છે.
  6. શિક્ષકો ધ્વારા એસાઈન્ટમેન્ટ અપાય છે. વિદ્યાર્થીઓ લખવાની જેટલી પ્રેકટીશ કરશે તેટલું તેમના માટે સારું છે. વિષય વસ્તુને તૈયાર કરવાથી મનમાં તે બાબત કાયમ માટે અંકાઈ જાય છે.
  7. શાળામાં વિવિધ પ્રકારના બુલેટીન બોર્ડ પર સમાચાર, સુવિચાર,સાહિત્ય, વિજ્ઞાન તથા દેશ – દુનિયાને લગતા અવનવા બનાવોથી વિદ્યાર્થીને વાકેફ કરવામાં આવે છે. આ બુલેટીન બોર્ડ પર વિવિઘ રજૂઆતો માટે વિદ્યાર્થીને તક આપવામાં આવે છે. શૈક્ષણિક જ્ઞાનની સાથે બાહય જ્ઞાનની પણ તેટલીજ આવશ્યકતાછે. વિદ્યાર્થી દરેક બાબતમાં રસ લે તે ખૂબ જરૂરી છે.તેજસ્વી વિદ્યાર્થીઓ વધુ સારા ટકા લાવી શકે તે માટે શાળાના શિક્ષકો તરફથી સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે છે તેમની મુશ્કેલી દૂર કરવા શિક્ષકો તત્પર હોય છે.
  8. શાળાના સમૃધ્ધ પુસ્તકાલયમાં વિશેષ વાંચન માટે સંદભ પુસ્તકો વિદ્યાર્થીઓને પુરા પાડવામાં આવે છે. જેનો લાભ શાળાના તમામ સ્તરના વિદ્યાર્થીઓ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

સ્થળ : ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ,સંખેડા
તારીખ :

પ્રવૃત્તિઓ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 83,605