ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Facility

સુવિધાઓ

(1) બાળકોના વિકાસમાં કાઉન્સિલીંગ

કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા માટે તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં તનાવમુકત રહી પરીક્ષા આપી શકે તે હેતુથી શાળામાં ઉચ્ચ તાલીમ ધરાવતા તજજ્ઞો ધ્વારા કાઉન્સિલીંગ કરવામાં આવે છે.

(2)પીવાનું પાણી

શાળાના બાળકોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે એ હેતુથી શાળામાં બે આર.ઓ.પ્લાન્ટ તેમજ વોટર કૂલર કાર્યરત છે.

(3) રમતગમત

શાળામાં રમત-ગમતનું 15000 ચો.ફૂટ. મેદાન છે. જેમાં અલગ-અલગ રમતોના મેદાન છે. દરેક રમતો માટે પુરતા પ્રમાણમાં સાધનો શાળામાં ઉપલબ્ધ છે.જેના ધ્વારા બાળકોનો માનસિક તેમજ શારીરિક વિકાસ થાય છે.

(4) કોમ્પ્યુટર વિષયક માહિતી

શાળામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકો માટેઅલગ- અલગ અધ્યતન કોમ્પ્યુટર લેબ છે. જેમાં નિષ્ણાંત કોમ્પ્યુટર ઈન્સ્ટ્રકટરો ધ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
 

(5) સભાખંડ

શાળામાં 1500 ચો.ફૂટનો સભાખંડ છે. જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે.

(6) DTH / TV રૂમ

શાળામાં દૂરદર્શન તથા ખાનગી ચેનલોની સુવિધા ઉપલબ્ધ છે. તેમાં વિના મૂલ્યે ડી.ડી.એચ.ની સુવિધા પણ મળી રહે છે.
 

(7) ગ્રંથાલયની વિગતો

અમારી શાળાનાં ગ્રંથાલયમાં વિધાર્થીઓ તેમજ શિક્ષકોને ધ્યાનમાં રાખીને જ્ઞાનવર્ધક પુસ્તકો, મનોરંજનના પુસ્તકો સહિત 5000થી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે.

(8) મધ્યાન ભોજન

ધોરણ 5 થી 7 ના બાળકોને સરકાર તરફથી મધ્યાહન ભોજન આપવામાં આવે છે.

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,546