ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Gen Rules

શાળાના સામાન્ય નિયમો

(1) પ્રાર્થના મન-આત્માની શુધ્ધિ માટે હોઈ પ્રાર્થના સમયે પ્રાર્થનાપોથી લઈને પ્રાર્થનામાં હાજર રહેવું.
(2) પ્રાર્થના નિધારીત જગ્યાએ, વર્ગ પ્રમાણે બેસીને એકાગ્રચિતે કરવી. પ્રાર્થના પૂરી થયે કતારબધ્ધ વર્ગમાં પ્રવેશવું.
(3) દરેક વિદ્યાર્થીએ નકકી કરેલ ગણવેશ પહેરીને સમયસર શાળામાં આવવું.
(4) વિદ્યાર્થીએ શાળામાં શિસ્તનું પાલન કરવું જરૂરી છે. શિસ્ત ભંગ કરનારને બરતરફ કરવામાં આવશે.
(5) વિદ્યાર્થીએ શાળામાં નિયમિત હાજરી આપવી જરૂરી છે. શિક્ષકની રજા સિવાય તાસ છોડવો નહીં.
(6) રજા ચિઠ્ઠી સિવાય ગેરહાજરી પૂરાશે. સતત ત્રણ દિવસ રજા વગર ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનું નામ વાલીને જાણ કર્યા સિવાય કમી કરવામાં આવશે અને ફરીથી પ્રવેશ ફી લીધા વગર દાખલ કરવામાં આવશે નહીં.
(7) દરેક પરીક્ષા આપવી ફરજીયાત છે. પ્રિલિમિનરી પરીક્ષામાં સંતોષકારક પરિણામ નહી લાવનારને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં.
(8) માંદગીના કારણે પરીક્ષામાં નહી બેસનાર વિદ્યાર્થીએ માંદગી બાબત ડોકટરનો દાખલો રજૂ કરવાનો રહેશે.
(9) જાહેર પરીક્ષા માટે આવેદનપત્ર મોકલ્યા પછીથી અનિયમિત રહેનાર વિદ્યાર્થીનું આવેદનપત્ર પાછું મંગાવી લેવામાં આવશે. (નિયમ મુજબની હાજરી નહી થાય તો)
(10) પરીક્ષામાં ગેરરીતી આચરનાર વિદ્યાર્થીને આચાર્યને યોગ્ય લાગે તે શિક્ષા કરી શકશે.
(11) શાળાના મકાન કે અન્ય મિલકતને નુકસાન કરનાર વિદ્યાર્થી પાસેથી નુકસાનીની રકમ વસુલ કરવાને પાત્ર થશે.
(12) હંમેશા રમતો, ખેલકૂદ, અન્ય પ્રવૃતિઓમાં ભાગ લેતા રહો.
(13) શાળામાં પ્રવેશ કરનાર વાલી કે મુલાકાતીએ મુલાકાત રજીસ્ટરમાં નોંધ કરી પ્રથમ આચાર્યશ્રીને મળવું સીધા બાળકને મળવા જવું નહીં.
(14) વિદ્યાર્થીની હાજરી/અભ્યાસ/ગૃહકાર્ય વગેરે બાબતમાં વાલીનો સહકાર આવશ્યક છે. વિદ્યાર્થીએ વિનય સાથે/ વિવેક અને શાંતિથી બધા જોડે વર્તવું જોઈએ અને પોતાની યોગ્ય રજૂઆત હિંમત અને શાંતિથી રજૂ કરવી જોઈએ.
(15) માતા-પિતા અગર વાલીની સહી સિવાય અથવા જાતે રૂબરૂ મળ્યા સિવાય શાળા છોડવાનો દાખલો (લિવીંગ સર્ટિફીકેટ)મળશે નહીં. અરજી મળ્યાથી સાત દિવસ બાદ જરૂરી દાખલા આપવામાં આવશે.
(16) સમય પાલન અને સારા વિધાભ્યાસ માટે વાલીએ વર્ગ શિક્ષક / વિષય શિક્ષક અને આચાર્યશ્રીના અવારનવાર સંપર્ક કરવા વિનંતી છે.
(17) શાળામાં જે નવા નિયમો દાખલ થશે તે પાલન કરવાના રહેશે.
(18) માતૃવાલી તથા પિતૃવાલીએ પોતાના સંતાનના અભ્યાસથી વાકેફ રહેવા અવારનવાર શાળાની મુલાકાત લઈ વર્ગ શિક્ષક તથા આચાર્યશ્રીનો સંપર્ક સાધવો જરૂરી છે.
(19) શાળામાં હાથ ધરાતી સહઅભ્યાસ પ્રવૃતિઓ જેવી કે રમતગમત /પ્રવાસ / સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને અન્ય પ્રવૃતિમાં વિદ્યાર્થીઓ રસપૂર્વક ભાગ લે તે ઈચ્છનીય છે.
(20) બપોરે રિસેસમાં નાસ્તા-ભોજન માટે ઘરે જવામાં આવશે નહિં. વાલીએ ઘરેથી આરોગ્યપ્રદ નાસ્તાનું લંચ-બોકક્ષ આપવું.
(21) દરેક વિદ્યાર્થીને ઓળખપત્ર આપવામાં આવેલ છે. આપના પાલ્યને ઓળખપત્ર સાથે જ શાળામાં મોકલવો.
(22) વિદ્યાર્થીએ શાળામાં મોબાઈલ લાવવાની મનાઈ છે. મોબાઈલ પકડાશે તેની સામે શિસ્ત ભંગના પગલા લેવાશે.
(23) વિદ્યાર્થીને કોઈ ગંભીર પ્રકારની બિમારી હોય અથવા કોઈ વિશિષ્ટ પિડાથી પીડાતો હોય તો શાળાના આચાર્યશ્રી. સુપરવાઈઝરશ્રી, વર્ગ શિક્ષકનું ધ્યાન અવશ્ય દોરવું. જેથી તેની વિશેષ કાળજી રાખી શકાય.

બી.આર.શાહ (આચાર્યશ્રી)

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,704