ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 
D B Parekh Sarvajanik Highschool Sankheda | Gurjar Bhumi

ગુર્જર ભૂમિને વંદન

નિરોગી બાળ વર્ષ નિમિતે કાવ્યાત્મય શૈલીમાં રજુ કરનાર શ્રી ભૂપેન્દ્રભાઈ રમણલાલ શાહ (આચાર્યશ્રી ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા.)
કાવ્યની રચના તા. 3/9/2008 ગણેશચતુથી / જૈન સંવત્સરી / રમઝાનમાસ

ગુર્જર ભૂમિને વંદન

ગુર્જર ભૂમિને વંદન કરી....... મને સંકલ્પ કરવો ગમે ......
મારૂં ગુજરાત હોય સમૃધ્ધ, મારૂં ગુજરાત હોય ભાતીગળ
મારૂં ગુજરાત હોય આધુનિક, મારૂં ગુજરાત હોય નૈસર્ગિક
ગુર્જર ભૂમિને વંદન કરી....... મને સંકલ્પ કરવો ગમે ......

મારૂં ગુજરાત હોય શિક્ષિત, મારૂં ગુજરાત હોય સાક્ષર
મારૂં ગુજરાત હોય નિર્મળ, મારું ગુજરાત હોય નિરોગી
ગુર્જર ભૂમિને વંદન કરી....... મને સંકલ્પ કરવો ગમે ......

મારૂં ગુજરાત હોય હરિયાળું, મારૂં ગુજરાત હોય દુધાળું
મારું ગુજરાત હોય વિરાંજલિ વન,મારું ગુજરાત હોય નંદનવન
ગુર્જર ભૂમિને વંદન કરી....... મને સંકલ્પ કરવો ગમે ......

મારું ગુજરાત હોય ગોકુલગામ, મારું ગુજરાત હોય જયોતિગ્રામ
મારું ગુજરાત હોય નિરાળું, મારું ગુજરાત હોય આગવું
ગુર્જર ભૂમિને વંદન કરી....... મને સંકલ્પ કરવો ગમે ......

મારું ગુજરાત હોય ગુણીયલ,મારું ગુજરાત હોય સંસ્કારી
મારું ગુજરાત  હોય અલબેલું, મારું ગુજરાત હોય રંગીલું
ગુર્જર ભૂમિને વંદન કરી....... મને સંકલ્પ કરવો ગમે ......

મારૂં ગુજરાત હોય અગ્રેસર, મારૂં ગુજરાત હોય સાહસિક
મારું ગુજરાત હોય બિનસાંપ્રદાયિક, મારું ગુજરાત હોય માનવતાવાદી
ગુર્જર ભૂમિને વંદન કરી....... મને સંકલ્પ કરવો ગમે ......

મારૂં ગુજરાત હોય વ્યસનમુકત, મારું ગુજરાત હોય રોગમુકત
મારું ગુજરાત હોય ભ્રષ્ટ્રાચાર મુકત, મારૂં ગુજરાત હોય કરચોરીમુકત
ગુર્જર ભૂમિને વંદન કરી....... મને સંકલ્પ કરવો ગમે ......

મારું ગુજરાત હોય આંતક-મુકત, મારૂં ગુજરાત હોય ભયમુકત
મારું ગુજરાત હોય કલ્યાણ રાજય, મારું ગુજરાત હોય રામરાજય
ગુર્જર ભૂમિને વંદન કરી....... મને સંકલ્પ કરવો ગમે ......

સ્વર્ણિમ બનાવવા ગુજરાતને, આપીશ મારું સવશ્રેષ્ઠ યોગદાન
ગુજરાતની અસ્મિતાને કાજે, અદા કરીશ ઋણ ગરવી ગુજરાતનું

તા.1/5/2010ના રોજ ગુજરાત રાજયની સ્થાપનાને 50 વર્ષ પુરા થશે તે નિમિતે પ્રજાજનોમાં જનજાગૃતિ લાવવા તથા ચેતનાનો સંચાર કરવા તથા ગુજરાતને સમૃધ્ધ ,નિર્મળ,નિરોગી અને આગવું રાજય બનાવવા તમામ પ્રજાજનોને પૂરી નિષ્ઠાથી સંકલ્પ લેવડાવવા માટે સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જયોત રથયાત્રા ગુજરાતના અનેક ગામડાઓમાં , નગરોમાં તથા શહેરોમાં પ્રવેશી રહયો છે. તે નિમિતે સદર કાવ્યની રચના કરી છે. સદર કાવ્ય ગુજરાતના નાથને માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરું છે.
આચાર્યશ્રી બી.આર.શાહ – ડી.બી.પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા, તા. 17/10/2008

શિક્ષક દિન નિમિતે સંનિષ્ઠ શિક્ષકોને અર્પણ
તા. 05/09/2007 (નોમના પારણાં)
 
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,528