ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Letter

મુસ્લિમ વાલીઓને પત્ર

સુજ્ઞ વાલી મહાનુભાવો, તારીખ – 20/01/2005
જય જગત
આપનો પાલ્ય આ શાળામાં અભ્યાસ કરે છે. તે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને જીવનરૂપી નકશામાં એવા સુંદર રગો પુરે કે તેનું જીવન મંહેકી ઊઠે તેવી અમે અપેક્ષા રાખી એ છીએ.
જેના માટે દરેક ભારતીય ગૌરવ લઈ શકે એવી એક દિકરી કુ. નઝીફા શેખની વાતથી હું શરૂઆત કરીશ. સુરતની સેન્ટ ઝેવિયસ હાઈસ્કૂલમાં ગયા વષે તે ધો. 12 માં અભ્યાસ કરતી હતી. આ છોકરીએ ગુજરાતનું અને ભારતનું નામ રોશન કર્યું છે. કુ. નઝીફાના પિતા વ્યાપારી છે. મંડપ અને સ્ટેજ ડેકોરેશનનો તેમનો ધંધો . એક સામાન્ય કુટુંબમાં તેનો ઉછેર થયેલ. કુ.નઝીફા ટી.વી.માં આવતી ડિસ્કવરી ચેનલ જોતાં જોતાં ચંદ્ર, તારા, ગ્રહો, રોક્ટ, અવકાશ વગેરેમાં ગૂંથાતી ગઈ. વિશ્વના જાણીતા વૈજ્ઞાનિક એસ્ટ્રોફિઝિસીસ્ટ સ્ટીફન હોકિન્સ પાસેથી પ્રશ્રોના ઉતરો મેળવતી. કલ્પના ચાવલા સાથે ત્રણ વખત વાત કરી છે કુ. નઝીફા શેખ ઘરે બેઠાં જ સતત વિશ્વપ્રસિધ્ધ સંસ્થા નાસા સાથે સંપકમાં રહે છે. નાસા ધ્વારા થતી તમામ ગતિવિધિથી વાકેફ રહે છે. નાસાના બહુ ચર્ચિત મંગળ અભિયાન ની તમામ વિગતો ખુદ નાસા અંગત રીતે નઝીફાને અપાતું રહે છે. નાસાના અગ્રણી વૈજ્ઞાનિકોના અંગત ઈ-મેઈલ એડ્રેસની એની પાસે છે. નાસા સાથે સંબંધ જેમ જેમ ગાઢ થયો ગયો તેમ તેમ નાસાની સિક્રેટ વેબ સાઈટ ઉપર પણ સંશોધન કરવાની એને મંજૂરી મળી ગઈ. કુ. નઝીફા કહે છે. મને પાસવર્ડ આપવામાં આવ્યો છે જેના થકી મારો વિશ્વપ્રસિધ્ધ એસ્ટ્રોનોટસ સાથે સંપર્ક થયો છે. માત્ર 17વર્ષની , બારમાં ધોરણમાં ભણતી, સામાન્ય કુંટુબમાંથી આવતી આ કુ.નઝીફાએ નાસાએ આખા વિશ્વ માટે યોજેલી કિવઝ કોમ્પિટીશનમાં ભાગ લીધો.આખી દુનિયામાંથી 50 જણાએ 15 પ્રશ્રોના સાચા જવાબો આપ્યા એમાં એનો નંબર આવ્યો. કુ. નઝીફાને નાસા તરફથી અમેરિકા આવવાનું નિમંત્રણ મળ્યું છે. તેની ઇચ્છા એરોનોટિકલ એન્જિન્યર બનવાની છે. મકકમ મનોબળ. કુ.નઝીફાએ મંગળ ઉપર જીવનની શકયતા ઉપરનો પ્રોજેકટ નાસાને મોકલ્યો ત્યારે તેમણે એનો સ્વીકાર કર્યો અને એને નાસા કીડ (નાસાનું બાળક) તરીકે સ્વીકારી વેબસાઈટ વાપરવાનો અધિકાર આપ્યો હતો અને મંગળ ઉપર 2003માં મોકલવામાં આવનાર રોવર સાથે એનું નામ લખેલી પ્લેટ મોકલવામાં આવશે તેવું અભિનંદન પત્રમાં એમણે જણાવ્યું હતું.
કુ.નઝીફા કહે છે, થીંક હાઈ, ડ્રીમ બીગ એન્ડ વક હાર્ડ ,આ એનો આદર્શ કું. નઝીફાને મદદ કરનારાઓમાં એના દાદુશ્રી પીરમહમંદનો અને મોટાભાઈ જેવા સંજય અગ્રવાલનો આભાર માને છે. હવે તો તેમના પિતાશ્રી ગુલામકાદીરભાઈ શેખ અને માતા શ્રીમતી શહેનાઝબાનું તેમની સૌથી મોટી દિકરીનાં સપનાંને ઓળખી ગયાં છે. એના કાકાશ્રી જાવેદ ગંજીવાલાનો એમણે ઈ-મેઈસ અને આઈ.ડી.એને માટે તૈયાર કરી આપવા માટે આભાર માને છે.
એક સામાન્ય પરિવારમાંથી આવતી અને તે પણ રૂઢિચુસ્ત સમાજમાંથી આવતી છોકરી આટલી બધી પ્રગતિ કરે. અને દુનિયામાં ગુજરાતનું અને ભારતનું નામ રોશન કરે એને માટે આપણે બધા જેટલો ગૌરવ અનુભવીએ એ ઓછો છે.
બીજા એક મહાન વ્યકિતની પણ આજે પણ વાત કરવી છે. ચાલુ વર્ષે 14મી ઓગષ્ટે (સ્વાતંત્ર્ય દિનની પૂર્વે સંધ્યાએ આપણા માનનીય રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામે રાષ્ટ્રજોગ જે સંબોધન કરેલ તેમાં 70 ટકા ભાગ શિક્ષણ ના મહત્વ અંગેનો હતો. તેમનાં કેટલાંક અંશો અહીં પ્રસ્તુત કરું છું.)
(1) આપણા આત્મસન્માન અને સંસ્કારને પુન જોમવંતા બનાવવા એક સુશિક્ષિત, ગતિશિલ અને સમૃધ્ધ સમાજનું નિર્માણ કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને ઉપયોગમાં લેતી શિક્ષણ પધ્ધતિની ભૂમિકા ઉપર ભાર મુકવાનું ખૂબજ આવશ્યક છે.
(2) આપણા સમાજમાં ત્રણ પ્રકારના કુટુંબો છે. એક સદભાગી કુટુબો કે જેઓ આર્થિક રીતે સુખી છે. તેઓ કોઈપણ ભોગે એમના બાળકોને શિક્ષણ આપવાનું મહત્વ સમજે છે. પોતાના બાળકોને તમામ ગંભીર પરિસ્થિતિમાં માર્ગદર્શન આપી શકે છે. બીજા કુટુંબો એવા છે કે જેઓ શિક્ષણનું મહત્વ કદાચ સમજતાં હોય પરંતુ એમને શિક્ષણની તકોની સમયસર જાણ નથી થતી. તેમજ પોતાના બાળકોને આ તકનો લાભ મળે તેવી કાર્ય પધ્ધતિથી અજાણ છે. ત્રીજા પ્રકારનાં કુટુબો આર્થિક રીતે નબળા છે. તેઓ શિક્ષણનું મૂલ્ય સમજતાં નથી તેથી પેઢીઓ સુધી તેમની અને તેમનાં બાળકોની ઉપેક્ષા થાય છે. અને તેઓ ગરીબીમાં સબડયા કરે છે.
(3) શિક્ષણ એના અર્થમાં સત્યનું અનુસરણ છે. જ્ઞાન અને જાણકારીની આ એક અનંત યાત્રા છે. શિક્ષણની આવી યાત્રા માનવતાનાં વિકાસના નવાં માર્ગો ઉઘાડે છે. જેમાં સંકુચિતતા,અસંવાદિતા, ઈષા, ધિકકાર અથવા દુશ્મનાવટને કોઈ સ્થાન નથી. એમાંથી માનવીનું એક ઉમદા આત્મામાં રૂપાંતર થઈ જાય છે. જે વિશ્વ માટે અસ્કાયમત રૂપ બને છે. આવા શિક્ષણ માટે વૈશ્વિવક બંધુત્વ સાચા અર્થેમાં કટોકટી પ્રસંગે ઉપયોગી ઓજાર બને છે. સાચું શિક્ષણ માનવીના ગૌરવની સાથે આત્મસન્માન પણ વધારે છે.
આપણા માનનીય રાષ્ટ્રપતિશ્રીએ પણ શિક્ષણનું શું મહત્વ છે તેના વિશે ખૂબજ સૂચક ટકોર કરી છે. છતાં પણ આ દેશમાં મુસ્લિમ બાળકોને સમાન તક મળી હોવાં છતાં ઉચ્ચ શિક્ષણમાં ખૂબ જ પાછળ રહી ગયાં છે. તેનું મહત્વનું કારણ તેઓ શિક્ષણનું મહત્વ સમજતાં નથી. પરિણામે પેઢીઓ સુંધી તેમની અને તેમના બાળકોની ઉપેક્ષા થાય છે. અને તેઓ ગરીબીમાં સબડયા કરે છે. શિક્ષણથી સંકુચિતતા, ઈર્ષા, ધિક્કાર, દુશ્મનાવટ દૂર થાય છે. માનવીનું એક ઉમદા આત્માનાં રૂપાંતર થાય છે. વિશ્વબંધુત્વની ભાવના કેળવાય છે.
મુસ્લિમ વિદ્યાર્થીઓ માટેનો અમારો અનુભવ કહે છે કે શાળામાં સૌથી વધુ ગેરહાજરી તેમની હોય છે.પુરા તાસ ભરવા નહિ અને નાસી જવામાં મોખરે હોય છે. શાળાના અભ્યાસ પ્રત્યે તેમને અરૂચી હોય છે. શાળામાં મોટાભાગે મોડા આવવું અને બપોરની રીશેષ પછી તો પાછા ફરવાનું નામ લેતાં નથી. ખોટી ખોટી રજા ચિઠ્ઠીઓ લાવવી.જયારે વાલીને રૂબરૂ મળવા બોલાવીએ ત્યારે વાલીને સંદેશો આપવો નહિ. બધાજ આ પ્રકારના બાળકો છે. તેવું અમારું કહેવું નથી. કેટલાંક મુસ્લિમ બાળકો એવા પણ છે કે જેઓ વર્ગમાં પ્રથમ નંબરે હોય છે. પણ આવા વિદ્યાર્થીઓનું પ્રમાણ ખૂબજ ઓછું છે. મુસ્લિમ સમાજે આગળ આવવું હશે તો તમામે શિક્ષણનાં મહત્વને સ્વીકારવું પડશે. એક સમૃધ્ધ સમાજનું નિર્માણ કરવા માટે પણ શિક્ષણનાં મહત્વને સમજવું પડશે. શિક્ષણ એટલે જ્ઞાન અને જાણકારી માટે ની એક અનંત યાત્રા. શરૂઆતમાં કુ. નઝીફા શેખની વાત કરી તેને માર્ચ 2003માં રેડ રોવર ગોઝ ટુ માસ જોડે જોડાયેલ પ્રોજેકટ તૈયાર કરી દુનિયાભરમાં યોજાયેલ હરીફાઈમાં ભાગ લીધો. તેને ઓન લાઈન કોન્ફરન્સોમાં નાસાના અફસરો, એસ્ટ્રોનોટ્રસ, એન્જિન્યરો અને ટેકનિશ્યનો સાથે ભાગ લીધો. શું. આ છોકરીને કોઈ તકલીફ નહિ પડી હોય. તેના માર્ગમાં અનેક કાંટા હતાં. પણ આ મુસીબતોમાંથી પણ તેને મકકમ મનોબળ સાથે પોતાનો માર્ગ કાઢયો અને આજે તેનાં માટે આપણે સૌ ગૌરવ લઈ શકીએ છીએ.
આ દેશમાં સૌને સમાન તક મળે છે. તક ઝડપી આગળ વધશો તો સમૃધ્ધિ તમારાં ખોળામાં આળોટશે, યાદ કરો આ દેશના મહાન મુસ્લિમ સપૂતોને જેમને દેશને ગૌરવ અપાવ્યું છે. જેવા કે સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ વડા ન્યાયમૂતિ એ.એહમદી, દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ-ઝાકીર હુસેન,હિન્દુ-મુસ્લિમ એકતા સાધવાનો સૌપ્રથમ પ્રયાસ કરનાર દિલ્હીનો સમ્રાટ-અકબર બાદશાહ,અંગ્રેજો સામે સ્વતંત્રતા માટે યુધ્ધ કરનાર મૈસુરનો ટીપુ સુલતાન, 1857ના વિપ્લવની નેતાગીરી લેનાર દિલ્હીના સુલ્તાન બહાદુરશાહ જફર,સરહદનાં ગાંધી ખાન અબ્દુલગફારખાન,કોગ્રેસના અગ્રણી નેતા મૌલાના આઝાદ, 1965ના ભારત-પાકિસ્તાન
સામેના યુધ્ધમાં વિરતાપૂર્વક લડનાર અને પરમવીર ચક્ર મેળવનાર સૈનિક અબ્દુલ હમીદ,ભારતીય ક્રિકેટમાં નામના મેળવનાર મન્સુર અલીખાન પટૌડી,મહમંદ અઝરૂદીન,ઝાહીરખાન,મહમંદકૈફ,ઈરફાન પઠાણ.
દેશનાં વર્તમાન રાષ્ટ્રપતિ માનનીય શ્રી અબ્દુલ કલામના સ્વપ્નને સાકાર કરવા આપણે બધા કટીબધ્ધ બનીએ. આપણે બધા શિક્ષણનું મહત્વ સમજીએ અને શિક્ષણ ધ્વારા માનવીનું ઉમદા આત્મામાં રુપાંતર કરી વિશ્વબંધુત્વની ભાવના સાથે માનવીના ગૌરવની સાથે આત્માસન્માન વધારવા આપણી ભાવી પેઢીને સુશિક્ષિત કરીએ.

આપણો સહદયી
બી.આર.શાહ
(સૌજન્ય કુ. નઝીફા શેખ વિશેનો લેખ દૈનિક સંદેશ તા. 20/03/2004 પાન નં. 8)
મબલખનો મેળો – સુધીર દેસાઈ

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,542