ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Past Officer

શાળા ભૂતપૂર્વ કર્મચારીઓ

માહિતી શાળાના વર્તમાન આચાર્યની સ્વરચિત પધ રચનાની વિગત

ક્રમ પધનું શિર્ષક પ્રસંગની નોધ – વિગત
1 સરદારની શહિદી“ તા.23/12/1998 ના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની રજત જયંતિ પ્રસંગે શાળાના શહિદ થયેલ વર્ગ મોનિટર અમિત રાણાના આકસ્મિક મૃત્યુ પ્રસંગે.
2 માતાનો ઋણભાર“ તા.29-12-1998ના રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની રજત જયંતિ પ્રસંગે શાળામાં રાખેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત અમેરિકામાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઉદેશીને અર્પણ કરેલ ઉપહાર.
3 યાદગીરી“ તા.29/12/1998ના સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસંગે શાળાના વર્તમાન વિદ્યાર્થીઓને અર્પણ કરેલ ઉપહાર
4 ધરતીકંપ (ભૂંકપ)“ 26મી જાન્યુઆરી 2000 ના રોજ ગુજરાતમાં આવેલ ધરતીકંપમાં કચ્છમાં જે ભારે હોનારત થઈ તેના સંદર્ભમાં સદર કાવ્યની રચના કરી છે.
5 એક જ ડાળના પંખી“ તા.2/4/2000ના રોજ “મધ્યસ્થ મૂલ્યાંકન“પ્રસંગે પધારેલાં પરીક્ષક- સમીક્ષક મિત્રોની વિદાય પ્રસંગે.
6 સમુદ્ર મંથનનું અમૃત“ તા. 10/11/2002,શિક્ષણની ગુણવતા સુધારણાના આચાર્યોના તાલીમી કાર્યક્રમમાં કમિશ્નર જયંતિ રવિને અર્પણ (અંબે વિદ્યાલય –વી.આઈ.પી. રોડ – વડોદરા )
7 અમો ડી.બી.ના સિતારા“ ધોરણ-10 અને 12 ના વિદ્યાથીઓના વિદાય પ્રસંગે સદર કાવ્યની રચના કરી છે. 29/12/2002
8 વર્ગ બનશે સ્વર્ગ“ તા.24/1/2003 ના રોજ સોખડા મુકામે વડોદરા જિલ્લાના આચાર્યોનો ગુણવતા સુધારણા ત્રિદિવસીય તાલીમી કાર્યક્રમમાં રાત્રી સભામાં રજૂ કરેલ પધ રચના.
9 મેહૂલીયા હવે તો વરસોને“ જુલાઈ-2004ની 15મી તારીખ સુધીમાં ગુજરાત સહિત દેશના ઘણા-ખરા રાજયોમાં 5ટકા જેટલો વરસાદ પડતાં મેહૂલીયાને ઉદેશીને કાવ્ય બનાવ્યું છે. સ્વ માતૃશ્રીની 10મી વાર્ષિક પુણ્ય તિથિના રોજ બનાવ્યુ છે. સ્વ. માતૃશ્રીને અર્પણ
10 મેહૂલીયો હવે તો કરો ખમ્મા“ તા.15/8/2004 ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાથી મેહૂલીયાને ખમ્મા કરવા માટે તથા ગુજરાતની પ્રજાને સાંત્વન આપવા માટે ગુજરાતના નાથને (મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રમોદીને)સદર કાવ્ય અર્પણ કરેલ છે.
11 મને કહેવાદો નિર્મળ ગુજરાતમાં મારૂં સ્થાન કયાં? “ ચીજ-વસ્તુઓને ઉપયોગ કર્યા પછી તેને ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે-તેમની વાચા કાવ્યાત્મક રીતે રજુ કરવામાં આવી છે. તા.20/4/07
12 જીવનની અંતિમ સફર“ તા.16/4/2008 ના રોજ બોડેલી નજીકના વિવિધ ગામડાઓમાંથી બોડેલીની શાળામાં પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓની એક બસ નર્મદાની મુખ્ય કેનલમાં પડી જવાથી  41 જેટલા બાળકોનું આકસ્મિક અવસાન થવાથી શ્રધ્ધાંજલી કાવ્ય.
 13 નિરોગી બાળ વર્ષના કાવ્યો“ નિરોગી બાળ વર્ષ નિમિતે બનાવેલ પાંચ કાવ્યો. તા.3/9/2008
14 મને સંકલ્પ કરવો ગમે“ સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ રથ યાત્રા સંખેડા નગરમાં પ્રવેશી તે નિમિતે સદર કાવ્યની રચના કરી ગુજરાતના માન.મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને અર્પન કરેલ છે.

નોધ-અત્યાર સુધીમાં 72 જેટલા નાના મોટા સ્વરચીત કાવ્યો બનાવ્યા છે. તેમાંના કાવ્યો કયા પ્રસંગે બન્યા તેની વિગતો અત્રે દર્સાવેલ છે.

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 84,576