ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Prayers

શાળાની પ્રાર્થના

શાળાની પ્રાર્થનાઓ અને શાળા ગીત

સોમવાર :- ઓમ તત સત શ્રી નારાયણ તું, પુરુષોતમ ગુરૂ તું,
મંગળવાર :-  શ્રી રામચંદ્ર કૃપાલું ભજ મન હરણ ભવભય દારૂણમ,
બુધવાર :- જીવન અંજલી થાજો,મારું જીવન અંજલી થાજો,
ગુરૂવાર :- અસત્યો માંહેથી પ્રભુ, પરમ સત્યે તું લઈ જા,
શુક્રવાર :- મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહયા કરે,
શનિવાર :-  વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે.
અમો ડી.બી.ના સિતારા , (2)

અમો જ્ઞાનામૃત પિનારા, (2)
મા શારદાની સાધના કરી,, કરીએ જ્ઞાનમાં વૃધ્ધિ,
માત-પિતા-ગુરૂજનોને વંદી,બનીએ વિનયવિવેકી,
અમો ડી.બી.ના સિતારા ,અમો...
ઉચ્ચ સંસ્કાર કેરૂ ભાથું લઈને, બનીને વિદ્યાર્થી આદર્શ
શિસ્ત-સંયમને ગ્રહી જીવનમાં , બનીએ નાગરિક શ્રેષ્ઠ.
અમો ડી.બી. ના સિતારા,અમો...
ગુરૂ ચરણોમાં રહીને , બનીએ સિતારા તેજસ્વી,
સ્નેહભાવનું પાન કરીને,બનીએ શિષ્ટાચારી,
અમો ડી.બી.ના સિતારા,અમો....
જીવન-છબિમાં રંગો પુરીને, કરીએ જીવન સુંદર
સદવિધા-સદાચારને પામી, કરીએ જીવન પાવન
અમો ડી.બી.ના સિતારા,અમો....
ધૂપસળીની ફોરમ ફેલાવી,જીવન કરીએ સુગંધી
સાદ સંભાળી રાષ્ટ્રઋણ ચૂકવી, જીવન કરીએ સમર્પિત
અમો ડી.બી.ના સિતારા,અમો....
અમો ડી.બી.ના સિતારા,
અમો જ્ઞાનામૃત પિનારા,
અમો ડી.બી.ના સિતારા, (3)
સર્જન માટે પડે સદીઓ ઓછી,
વિસર્જન માટે એક ક્ષણ પણ પુરતી.
કરવું અનુમાન સર્વથા અશકય,
કાળ કયારે બનશે રક્ષક –ભક્ષક.
આવે છે મૃયુ અતિથિ બનીને,
નથી સ્વીકારવા થોભતુંઆતિથ્ય.
યાદ રહેશે 26 જાન્યુ. સન 2000 ની,
પ્રજાસતાક બન્યો ગુજરાતમાં મૃત્યુસતાક.
બાલુડાંઓ પોઢી ગયા આ ધરતીમાં,
કયાકેય ના ભૂલાય આ ધરતીકંપને.
હે પ્રભુ આપો શાંતિ, આ આત્માઓને,
ડી.બી.પરિવાર વતી કરે પ્રાર્થના બી.આર.
નોધ- ડી.બી.પારેખ શાળાના વર્તમાન આચાર્યશ્રી “બી.આર.શાહે”તેમના 50 માં જન્મદિન નિમિતે ઉપરોકત શાળા-ગીત “અમો ડી.બી.ના સિતારા”ની રચના કરીને શાળાના વિદ્યાર્થીઓને અર્પણ કર્યું છે.
અહોભાગ્ય ગુજરાતના આચાર્યોનું,
સમુદ્ર મંથન કરવા ભેગા થયા સૌ આજ.
મકકમ નિર્ધાર, કમિશ્નર મેડમ જયંતિ રવિનો,
દૃઢ સંકલ્પ, અધ્યક્ષ પ્રવીણભાઈ ત્રિવેદીનો.
આપ્યું અસરકારક નેતૃત્વ, જિલ્લા-શિક્ષણાધિકારીશ્રીએ,
રંગ આવ્યો ગુજરાતના આચાર્યોને, ગુણવતા સુધારવામાં.
મળ્યાં નવા રુપ રંગ “શૈક્ષણિક આયોજનને“,
મળી નવી દિશા “ઈન્ફરમેશન ટેકનોલોજીને“.
મળી નવી દ્રષ્ટિ “વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનને“,
બન્યા સૌ સહભાગીદાર “ગુણવતા સુધારવામાં“.
તાલીમને અંતે,બનશે આચાર્ય “નેતૃત્વમાં સર્વોપરી,“
બદલાશે હવામાન, સુધારો આવશે “સંસ્થાકીય પર્યાવરણમાં
મહત્વ આચાર્યનું, જહાજના નાવિક જેવું,
ડૂબાડવું કે તારવું સુકાન જેના હાથમાં,
આજ દ્રઢ સંકલ્પ કરે, ગુજરાતના સુશિક્ષિત આચાર્યો,
ચાવીરૂપ ભૂમિકા ભજવી, તાળા ખોલશે અધ્યેતાના.
“સમુદ્ર મંથનનું અમૃત“ પીવા ફરી મળીશું કયારે?
ટી કયુ એમ ને પચાવવાની હે પ્રભુ! શકિત આપો, અમ સૌને.
હે પ્રભુ!સાંભળો અરજ,સંખેડાના બી.આર.ની ,
આપો સફળતા, ગુણવતા આ અભિયાનને.
તજજ્ઞ છું હું - વર્ગ વ્યવહારનો,
વાત કરીશ આજ હું – શિક્ષક સાથે.
રમવી છે રમત, ચાર શબ્દો સાથે,
જેનો નિત નાતો છે – અધ્યેતા સાથે.
વર્ગ,વિકાર,નેહ અને મરણની કરવી છે વાત,
શબ્દની આગળ “સ“જોડતા અર્થ થશે સુંદર.
શિક્ષકનો નાતો અધ્યેતાના વર્ગ સાથે,
“સ“ની સાથે વર્ગ જોડો, વર્ગ બનશે સ્વર્ગ.
બાળક છે નાદાન, હોઈ શકે વિકાર (દોષ),
“સ“ની સાથે વિકાર જોડો, વિકાર બનશે સ્વીકાર.
ભૂલ થાય તો કરો સ્વીકાર (માફ),વિકાર થશે દૂર,
કાદવમાં કમળ ખીલી શકે,જો વિકાર બને સ્વીકાર.
અધ્યેતા છે શૈષવમાં, તેને જરૂર છે નેહની,
“સ“ની સાથે નેહને જોડો, નેહ બનશે સ્નેહ.
અધ્યેતાના જીવન ઘડવા શિક્ષક બન્યા છો આપ.
શેષ જીવનને પ્રભુમય બનાવવા, સુધારવું પડે “મરણ“.
“સ“ની સાથે મરણને જોડો, મરણ બનશે સ્મરણ,
(પ્રભુ) સ્મરણ કરી પાર કરો નૈયા, તેવી પ્રાર્થના બી આર ની. નોધ – સદર કાવ્ય ગુજરાતના નાથને (મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને) અર્પણ કર્યું છે. (સ્વાતંત્ર્ય પર્વના દિને) “જીવનની અંતિમ સફર
ન જાણ્યું જાનકી નાથે,
કાલે સવારે શું થવાનું છે?
હતી પરીક્ષા, ભોળા શિશુઓની,
પણ કુદરતની પરીક્ષા નિરાળી.
કરવું અનુમાન સર્વથા અશકય,
કાળ કયારે બનશે રક્ષક – ભક્ષક.
યાદ રહેશે ચૈત્રસુદની અગિયારસ,
જીવનની અંતિમ સફરનો પ્રવાસ.
લીધી જળસમાધિ ,ભોળા બાલુડાઓએ,
પોઢી ગયા સૌ નર્મદા મૈયાની ગોદમાં.
હિબકે ચઢયા છે ગામે –ગામ,
કોણ કોને આપે આશ્વાસન!
સ્મશાન યાત્રાનો હતો સાક્ષી હું,
સ્વજનની વેદના તરવરે આંખોમાં.
હે પ્રભુ, શિશુઓ આવ્યા તારી શરણમાં,
આપો ચિર શાંતિ, તેવી પ્રાર્થના બી આર ની.

(બી.આર.શાહ – આચાર્યશ્રી – ડી.બી.પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ,સંખેડા)
“દર્પણમાં નિરોગી બાળ“
કેવો સ્વચ્છ દેખાઉ હું?
મારા અંગો કેવા સ્વચ્છ?
તે દર્પણ જોવા ગમે મને
મારો પહેરવેશ કેવા સ્વચ્છ?
તે દર્પણ જોવો ગમે મને
મારૂ વજન કેટલું વધ્યુ?
તે દર્પણ જોવું ગમે મને
મારી ઊંચાઈ કેટલી વધી?
તે દર્પણ જોવી ગમે મને
હું કેવો નિરોગી બાળ દેખાવું?
તે દર્પણમાં જોવું ગમે મને
કાવ્યની રચના તા. 3/9/2008 ગણેશચતુર્થી /જૈન સંવત્સરી / રમઝાનમાસ (બી.આર.શાહ-આચાર્યશ્રી)
વિશેષ નોધ –
તા. 16/04/2008 ના રોજ બોડેલીની નજીકના વિવિધ ગામડાઓમાંથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓની એક બસ નર્મદાની મુખ્ય કેનલમાં પડી જવાથી 41 જેટલા વિદ્યાર્થીઓનું આકસ્મિક અવસાન થવાથી આ બાળકોને શ્રધ્ધાંજલિ આપવા સદર કાવ્ય આ ભોળા શિશુઓને શ્રધ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરું છું. – ચૈત્ર સુદ 11 સંવત 2064