ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Trust Activities

ટ્રસ્ટનાં હેતુઓ

સંખેડા મેવાસ વિસ્તારનું તાલુકા કક્ષાનું વિશ્વમાં સોનેરી લાખકામ તેમજ ફર્નિચર માટે સુપ્રસિધ્ધ ગામ છે. આ ગામ ઓરસંગ નદીના કિનારે આવેલ છે. સંખેડાની આજુબાજુના ગામડાઓના બાળકોને સારું ગુણવત્તા સભર શિક્ષણ મળે તે હેતુથી સંખેડામાં અંગ્રેજોના શાસનમાં એગ્લોવર્નાક્યુલર સ્કૂલની સ્થાપના ઈ.સ.1909 માં કરવામાં આવી હતી. ત્યારબાદ ઈ.સ. 1945 માં આ શાળાને સંખેડાની પ્રજાકિય સમિતિને સોંપવામાં આવી. આ પ્રજાકિય સમિતિ આગળ જતા સંખેડા સાર્વજનિક એજયુકેશન ટ્રસ્ટના નામે ઓળખાઈ. આ શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ અર્થે આવે છે. સંખેડા તાલુકાના ગામડાઓનાં બાળકોને ડભોઈ કે વડોદરા સુધી અભ્યાસ માટે જવું ન પડે તે હેતુથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા ધીરેધીરે પ્રગતિના શિખરો સર કરી રહી છે. શાળામાં હાલનાં તબકકે કે. જી.થી માંડીને ધોરણ – 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ – 12 પછી બાળકોને ઉચ્ચ અભ્યાસ અથે બહારગામ જવું ન પડે તે હેતુથી સંખેડા સાર્વજનિક એજયુકેશન ટેસ્ટ ધ્વારા આર્ટસ અને કોમર્સ કોલેજ ચલાવવામાં આવે છે. તદઉપરાંત વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ મળી રહે તે હેતુથી સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા શિક્ષણના એક ભાગ રૂપે આ ગામમાં છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજીના જમાનામાં કોમ્પ્યુટર શિક્ષણ જ્યારે અનિવાર્ય બન્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ મળી રહે તે હેતુથી કોમ્પ્યુટર વિભાગની બે અધ્યતન લેબ છે. તેમાં 50 કોમ્પ્યુટરો તથા બ્રોડબેન્ડ ઈન્ટરનેટ, ફેક્સ મશીન તેમજ ઝેરોક્ષ મશીન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શાળામાં એલ.સી.ડી. પ્રોજેકટર દ્વારા કોમ્પ્યુટર તેમજ તમામ વિષયોનું જ્ઞાન આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં લઈ પીવાના પાણીની કોઈપણ પ્રકારની તકલીફને પહોચી વળવા માટે શાળામાં પીવાના પાણીનો બોર છે. તથા બાળકોને શુધ્ધ ફીલ્ટર પાણી મળી રહે તે હેતુથી બે આર.ઓ. પ્લાન્ટ કાર્યરત છે.

ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને નબળી આર્થિક પરિસ્થિતિમાં ગરીબ વિદ્યાર્થી રાહત ફંડમાંથી આચાર્ય દ્વારા રાહત આપવામાં આવે છે. શાળામાં ગરીબ તેમજ તેજસ્વી બાળકોને સ્વ.સમીર શાહ મેમોરીયલ ફંડ દત્તક લે છે.