ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

ટ્રસ્ટીશ્રી

ઉપ-પ્રમુખશ્રી - શ્રી બકુલભાઈ ભગવાનદાસ દેસાઈ

શૈક્ષણિક લાયકાત :- B.Com
ટ્રસ્ટમાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ :- 30/6/2005
જન્મ તારીખ :- 18/9/1962

શ્રી બકુલભાઈ બી. દેસાઈ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમજ સંખેડાના મૂળવતની છે. તેઓશ્રી સંખેડા ના અગ્રણી ખેડૂત તથા મોટા વેપારી છે. સંખેડા પાસે ઓરવાડા ગામે ખૂબ મોટા પાયા પર ખેતી કરાવે છે. તેમજ સંખેડામાં વસંત ટ્રેડીંગ કંપનીનાં નામે ખેતી માટે ઉપયોગી દવાઓનો વેપાર કરે છે. તેઓ શ્રી સંખેડાની ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર જવાબદારી બજાવી રહ્યા છે. સંખેડાની સૌથી મોટી સંસ્થા સંખેડા સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટમાં તેઓશ્રી તા. 30/6/2005 થી ઉપપ્રમુખશ્રી તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી રહ્યા છે. તેમના સમયગાળા દરમ્યાન ટ્રસ્ટ સંચાલિત કોલેજ અને હાઈસ્કૂલએ ખૂબજ પ્રગતિ કરી છે. તેમના સમયગાળા દરમ્યાન ટ્રસ્ટમાં સારી એવી મોટી રકમનું દાન ટ્રસ્ટને મળ્યું છે. તેમના સમયગાળા દરમ્યાન શાળામાં એક મોટું કે.જી. માટેનું બિલ્ડીંગ બન્યું. તેમજ કોલેજમાં વધારાનું બાંધકામ અને સુધારા વધારા કરવામાં આવ્યા. કોલેજ અને હાઈસ્કૂલની બંને બિલ્ડીગોને રંગવામાં આવી ટ્રસ્ટની બંને સંસ્થાઓએ તેમના સમયમાં ખૂબજ વિકાસ કર્યો છે. હાઈસ્કૂલમાં કે.જી., ન્યુ પ્રાથમિક વિભાગ તેમજ કમ્પ્યુટર વિભાગ શરૂ થયા. કોલેજમાં વિવિધ વિષયો દાખલ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીની સંખ્યા વધે તેવા પ્રયત્નો થયા. ઉપપ્રમુખશ્રી બકુલભાઈ બી.દેસાઈ કર્મચારીઓ માટે હંમેશા સહાનુભૂતિ દાખવતા અને કર્મચારીઓ પાસેથી શ્રેષ્ઠ યોગદાન મેળવીને હંમેશા સંસ્થાનો વિકાસ કરતા રહ્યા છે.


ટ્રસ્ટીશ્રી