ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

ટ્રસ્ટીશ્રી

પ્રમુખશ્રી - શ્રી પરિમલભાઈ શાંતિલાલ શાહ

શૈક્ષણિક લાયકાત :- B.Com
ટ્રસ્ટમાં પોતાની ફરજ શરૂ કર્યાની તારીખ :- 30/6/2005
જન્મ તારીખ :- 1/6/1960

શ્રી પરિમલભાઈ એસ.શાહ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમજ સંખેડાના મૂળ વતની છે. તેઓશ્રી સંખેડાના ઉધોગપતિ છે. સંખેડા પાસે ગામડી હાઈવે રોડ પર ભૂમિ જીનીંગ એન્ડ સીડસ પ્રોસેસીંગ પ્લાન્ટનાં તેઓ માલિક છે. ખૂબજ સારા વેપારી અને ઉદ્યોગપતિ તરીકેની છાપ ધરાવે છે.

તેઓ શ્રી સંખેડા ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર જવાબદારી બજાવી રહયા છે. સંખેડાની સૌથી મોટી સંસ્થા સંખેડા સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટમાં તેઓશ્રી તા.30-6-2005 થી પ્રમુખશ્રી તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી રહયા છે. તેમના સમયગાળા દરમ્યાન ટ્રસ્ટ સંચાલિત કોલેજ અને હાઈસ્કૂલે ખૂબજ પ્રગતિ કરી છે. તેમના સમયગાળા દરમ્યાન ટ્રસ્ટમાં સારી એવી મોટી રકમનું દાન ટ્રસ્ટને મળ્યું છે. તેમના સમયગાળા દરમ્યાન શાળામાં એક મોટું કે.જી. માટેનું બિલ્ડીંગ બન્યું તેમજ કોલેજમાં વધારાનું બાંધકામ અને સુધારા વધારા કરવામાં આવ્યા કોલેજ અને હાઈસ્કૂલની બંને બિલ્ડીંગોને રંગવામાં આવી ટ્રસ્ટની બંને સંસ્થાઓએ તેમના સમયમાં ખૂબજ વિકાસ કર્યો છે. હાઈસ્કૂલમાં કે.જી., ન્યુ. પ્રાથમિક વિભાગ તેમજ કમ્પ્યુટર વિભાગ શરૂ થયા. કોલેજમાં વિવિધ વિષયો દાખલ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીની સંખ્યા વધે તેવા પ્રયત્નો થયા. પ્રમુખશ્રી પરિમલ એસ.શાહ કર્મચારીઓ માટે હંમેશા સહાનુભૂતિ દાખવતા અને કર્મચારીઓ પાસેથી શ્રેષ્ઠ યોગદાન મેળવીને હંમેશા સંસ્થાનો વિકાસ કરી રહયા છે.


ટ્રસ્ટીશ્રી

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |

© www.dbparekhschoolsankheda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 83,610